તેલંગાણાના કોંગ્રેસના ઉમેદવાર પાસે રૂ. 895 કરોડની સંપત્તિ: તેલુગુ રાજ્યોનાં સૌથી અમીર નેતા


આંધ્રના મંત્રી નારાયણ પાસે ૬૬૭ અને જગનમોહન રેડ્ડી પાસે રૃ.૫૭૪ કરોડની સંપત્તિ

હૈદરાબાદ, તા. 23 માર્ચ, 2019, શનિવાર

તેંલંગાણાના ચેવેલા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કોન્ડા વિશ્વેશ્વર રેડ્ડીએ તેમના પરિવારની રૃપિયા ૮૯૫ કરોડની સંપત્તિ જાહેર કરી હતી. આમ તેલુગુ રાજ્યોમાં તેઓ સૌથી પૈસાદાર રાજકારણી બન્યા હતા. વિશ્વેશ્વર રેડ્ડી પાસે રૃપિયા ૨૨૩ કરોડની અને તેમના પત્ની અને એપોલો હોસ્પિટલસના મેનેજીંગ ડાયરેકટર કે.સંગીતા રેડ્ડી પાસે રૃપિયા ૬૧૩ જંગમ મિલકત હોવાનું જાહેર કર્યું હતું.

જ્યારે તેમના આશ્રિત સંતાનોની સંપત્તિ રૃપિયા ૨૦ કરોડની દર્શાવાઇ હતી.જો કે નવાઇની વાત એ હતી કે તેમના પરિવારમાં કોઇની પાસે પણ કાર કે અન્ય કોઇ વાહન નથી. વિશ્વેશ્વર રેડ્ડી પાસે રૃપિયા ૩૬ કરોડની સ્થાવર સંપત્તિ છે જ્યારે તેમના પત્ની પાસે રૃપિયા ૧.૮૧ કરોડની સ્થાવર મિલકત છે.

એન્જીનીયરમાંથી રાજકારણી બનેલા રેડ્ડીએ તેમની અને તેમના પરિવારની કુલ સંપત્તિનો અહેવાલ શુક્રવારે ઉમેદવારી પત્રક સાથે જોડયો હતો. વર્ષ ૨૦૧૪માં તેમણે રૃપિયા ૫૨૮ કરોડની સંપત્તિની જાહેરાત કરી હતી. તે વખતે તેઓ તેંલંગાણા રાષ્ટ્રીય સમિતિના ઉમેદવાર હતા અને જીતયા હતા. ગયા ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ તેઓ કોંંગ્રેસમાં જોડાયા હતા.

આંઘ્ર પ્રદેશના કેબિનેટ મંત્રી પી.નારાયણે પણ પરિવારની કુલ રૃપિયા ૬૬૭ કરોડની સંપત્તિની જાહેરાત કરી હતી. આંઘ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન.ચંદ્રાબાબુ નાયડૂએ રૃપિયા ૫૭૪ કરોડ અને વાયએસઆર કોંગ્રેસના વડા વાય.એસ.જગનમોહન રેડ્ડી અને તેમના પત્નીએ  રૃપિયા ૫૩૮ કરોડની સંપત્તિ જાહેર કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WemJK4
via Latest Gujarati News

Post a Comment

0 Comments