નવી દિલ્હી, તા.27 માર્ચ 2019,બુધવાર
ભારતના વૈજ્ઞાાનિકોએ અંતરીક્ષમાં સેટેલાઇટ તોડી પાડવાના પ્રયોગમાં સફળતા મેળવી છે. જેને પગલે નરેન્દ્ર મોદીએ ટીવીના માધ્યમથી સંબોધન કર્યું હતું.
મોદીના આ સંબોધનને ટાંકીને રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મોદી જ્યારે ટીવી પર સંબોધન આપી રહ્યા હતા ત્યારે તેમનો ચેહજો જોવા જેવો હતો, તેમના ચેહરા પર વડા પ્રધાન પદ ગુમાવી રહ્યા છે તેનો ભય સ્પષ્ટપણે દેખાઇ રહ્યો હતો. મોદીને પણ હવે એ વાત બેચેન કરી રહી છે કે હવે જવાનો સમય આવી ગયો છે.
કોંગ્રેસના ઓબીસી માટેના એક સમ્મેલનમાં સંબોધતી વેળાએ રાહુલ ગાંધીએ સાથે જણાવ્યું હતું કે તમે નરેન્દ્ર મોદીને સંબોધન કરતા જોયા? તેમના ચેહરા પર ભય દેખાઇ રહ્યો હતો કે હવે કોગ્રેસ દેશના દરેક નાગરીકને ન્યાય આપશે. તેમને હવે એ વાતનો અહેસાસ થઇ ગયો છે કે વડા પ્રધાનની ખુરશી ખાલી કરવાનો સમય આવી ગયો છે.
સાથે રાહુલ ગાંધીએ ગરીબોને ૭૨ હજાર રૃપિયા આપવાની યોજનાના વખાણ કરતા જણાવ્યું હતંુ કે મોદીની જેમ અમે જુઠ નથી બોલતા, મોદીએ ૧૫ લાખ ખાતામાં આપવાનું વચન આપ્યું હતું પણ તેઓ તેને પુરુ ન કરી શક્યા જ્યારે કોંગ્રેસ આવા જુઠાણા નથી ફેલાવતી, અમે ખરેખર ગરીબોના ખાતામાં ૭૨ હજાર રૃપિયા વર્ષે જમા કરીશું.
ઓબીસી સમાજ વિશે વાત કરતા રાહુલે જણાવ્યું હતું કે હું તમને વચન આપુ છું કે ઓબીસી સમાજમાંથી વધુને વધુ લોકોને એમએલએ બનાવવામાં આવશે, એટલુ જ નહીં સૌથી વધુ મુખ્ય પ્રધાન પણ ઓબીસીમાંથી જ હશે, અમે દેશને બે ઓબીસી મુખ્ય પ્રધાન આપ્યા છે. હું ગેરંટી આપુ છું કે કોંગ્રેસમાં ઓબીસીને વધુને વધુ સ્થાન આપવામા આવશે.
મોદી પર જુઠાણાનો આરોપ લગાવતા રહુલે જણાવ્યું હતું કે મોદી ૨૦૧૪માં દરેકના ખાતામાં ૧૫ લાખ આપવાનું જુઠ બોલ્યા હતા, જોકે કોંગ્રેસ ક્યારેય જુઠ નથી બોલતી અને હું વચન આપુ છું કે દરેક ગરીબના ખાતામાં વર્ષે ૭૨ હજાર રૃપિયા આપવામાં આવશે.
ઓબીસી સમાજના વખાણ કરતા રાહુલે જણાવ્યું હતું કે ઓબીસી બહુ જ મહેનતી હોય છે, તેઓ કામ ની વાત કરે છે મોદીની જેમ મન ની વાતો નહીં. અમે દરેકને ન્યાય આપવાના છીએ, રાહુલે દરેક ગરીબના ખાતામાં જે ૭૨ હજાર રૃપિયા જમા કરવાની યોજના લોંચ કરી છે તેને ન્યાય નામ આપ્યું છે. જે અંતર્ગત દરેક ગરીબના ખાતામાં વર્ષે ૭૨ હજાર ફરજિયાત સરકાર જમા કરી આપશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CIiPSr
via Latest Gujarati News
0 Comments