
નવી દિલ્હી, તા.30 માર્ચ, 2019, શનિવાર
સ્પેસ મિસાઇલથી લો ઓરબિટ સેટેલાઇટનો નાશ કર્યા પછી ભારત હવે એવું સર્વેલન્સ સેટેલાઇટ તૈયાર કર્યુ છે જે શત્રુના રડારને શોધી કાઢશે. આ પ્રથમ પ્રસંગ હશે જ્યારે આ સેટેલાઇટના લોન્ચ વખતે ઇસરો સામાન્ય લોકોને પણ આમંત્રણ આપશે.
ઇસરો આ મિશન હેઠળ સેટેલાઇટોને ત્રણ ભ્રમણકક્ષામાં તરતા મૂકશે. ઇસરોના ચેરમેન કે સિવને જણાવ્યું છે કે આના કારણે સેટેલાઇટ લોન્ચ કરવાના ખર્ચમાં ઘટાડો થશે કારણકે આ થ્રિ ઇન વન મિશન બની જશે.
ઉલ્લેખનીય છે કે ભારતે ૨૭ માર્ચના રોજ મિશન શક્તિ હેઠળ એન્ટિ સેટેલાઇટ(એસેટ)નું પરિક્ષણ કર્યુ હતું.
એક એપ્રિલે ઇસરો એડવાન્સ ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ સેટેલાઇટ(એમીસેટ) લોન્ચ કરશે. આ સેટેલાઇટની સાથે ૨૮ વિદેશી સેટેલાઇટ પણ લોન્ચ કરવામાં આવશે. ઇસરોના જણાવ્યા અનુસાર આ મિશનનો લક્ષ્યાંક પીએસએલવી સી-૪૫ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FDyvXS
via Latest Gujarati News
0 Comments