કનૈયા કુમાર વિરુદ્ધ ચૂંટણી આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ


(પીટીઆઈ) બેગુસરાઈ, તા.30 માર્ચ, 2019, શનિવાર

જવાહર લાલ નેહરુ(જેએનયુ) છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર આ વખતેે સીપીઆઈના ઉમેદવાર તરીકે બેગુસરાઈ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડશે. કનૈયા કુમારે ગુરુવારે એક ગામમાં જનસભાને સંબોધિત કરી હતી પરંતુ આ માટે તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી મંજૂરી નહોતી લીધી માટે તેમના વિરુદ્ધ આચાર સંહિતાના ઉલ્લંઘનની ફરિયાદ નોંધવામાં આવી છે.

 થાણા પ્રભારી અરવિંદ કુમારે જણાવ્યા મુજબ જન પ્રતિનિધિત્વ અધિનિયમની સંબંધીત કલમો અંતર્ગત જિલ્લાના મંસૂર ચોક પોલીસ સ્ટેશનમાં કનૈયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમણે જણાવ્યું કે મંસૂર ચોક પ્રખંડ વિકાસ પદાધિકારી સહ ફ્લાઈંગ સ્ક્વોડ મેજીસ્ટ્રેટ શત્રુઘ્ન રજકની ફરિયાદના આધારે કનૈયા વિરુદ્ધ પ્રાથમિકી દાખલ કરવામાં આવી છે. કનૈયાએ ગુરુવારે એક ગામમાં જનસભા યોજી હતી જેના માટે પૂર્વ મંજૂરી નહોતી લીધી. બેગુસરાઈમાં ચોથા તબક્કામાં ૨૯ એપ્રિલના રોજ મતદાન યોજાશે અને તેના માટેનું નામાંકન પત્ર બીજી એપ્રિલથી ભરી શકાશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U6p8dl
via Latest Gujarati News

Post a Comment

0 Comments