એરપોર્ટ પર જ ભીડાઈ ગયા ભાજપના બે દિગ્ગજ નેતાઓના સમર્થકો, મારામારી


નવી દિલ્હી,તા.26.માર્ચ 2019, મંગળવાર

બિહારની સૌથી હાઈપ્રોફાઈલ ગણાતી લોકસભા બેઠકો પૈકી એક પટણા સાહિબ બેઠક માટે ભાજપના જ બે નેતાઓ રવિશંકર પ્રસાદ અને આર કે સિન્હાના સમર્થકો વચ્ચે એરપોર્ટ પર જ છુટ્ટા હાથની મારામારી થતા લોકો દંગ રહી ગયા હતા.

આ બેઠક પર શત્રુઘ્ન સિંહાની જગ્યાએ ભાજપે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદને ટિકિટ આપી છે.આ બેઠક પર ટિકિટ માટે પ્રબળ દાવેદાર મનાતા અન્ય એક નેતા આર કે સિન્હા અને તેમના સમર્થકો પાર્ટીના નિર્ણયથી નારાજ છે.

આજે રવિશંકર પ્રસાદ પટણા એરપોર્ટ પર પહોંચ્યા ત્યાર તેમના સ્વાગત માટે હજારો સમર્થકો હાજર હતા.તે જ સમયે આર કે સિન્હાના સમર્થકો એરપોર્ટ પર પહોંચ્યા હતા અને તેમણે રવિ શંકર પ્રસાદ ગો બેકના નારા લગાવ્યા હતા.

એ પછી બંને નેતાઓના સમર્થકો ભીડાઈ ગયા હતા.મારામારીના દ્રશ્યો વચ્ચે પોલીસને કાર્યકરોને વીખેરવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TXAG2w
via Latest Gujarati News

Post a Comment

0 Comments