બારમાં ડાન્સરો પર નોટો ઉડાડતા પકડાયેલાઓને જામીન આપવા મુકી કોર્ટે મુકી અનોખી શરત


નવી દિલ્હી,તા.26.માર્ચ 2019, મંગળવાર

મુંબઈમાં બારમાં બાર ડાન્સર પર નોટો ઉડાવી રહેલા 47 લોકોને પોલીસે રવિવારે પકડ્યા હતા.જોકે કોર્ટે તેમને જામીન આપવા માટે એક અનોખી શરત મુકી હતી.

કોર્ટે કહ્યું હતું કે, તમામ આરોપીઓએ દંડ પેટે 1.41 લાખ રુપિયા પોલીસ મથકમાં જમા કરાવવા પડશે.આ રકમ બદલાપુર ખાતે આવેલા સત્કર્મ અનાથ આશ્રમમાં રહેતા બાળકો વચ્ચે વહેંચવાનો કોર્ટે આદેશ આપ્યો હતો.આમ આ અનાથાશ્રમમાં દરેક બાળક દીઠ 3000 રુપિયા સહાય આરોપીઓએ આપવી પડશે તેમ કોર્ટે કહ્યુ હતું.કદાચ પહેલી વખત એવુ બન્યુ છેકે કોર્ટે આવો આદેશ આપ્યો હોય.

પોલીસે હાજીઅલી પાસે વગર લાઈસન્સે ચાલતા ડાન્સ બારમાં છાપો માર્યો હતો.તે વખતે 8 બાર ડાન્સર ડાન્સ કરી રહી હતી અને લોકો નોટો ઉછાળી રહ્યા હતા.

આરોપીઓના વકીલોએ ન્યાયાધીશ સમક્ષ અપીલ કરી હતી કે, અમારા અસીલોને કેશ બોન્ડ પર છોડવામાં આવે.જોકે મેજિસ્ટ્રેટે આ અપીલ નહી માનીને કહ્યું હતું કે, બારમાં નોટો ઉડાડનારા આરોપી પોતાના પરિવારોને બર્બાદ કરી રહ્યા છે.તેમને ત્યારે જ છોડાશે જ્યારે તેઓ અનાથાશ્રમમાં ડોનેશન આપશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OoULc7
via Latest Gujarati News

Post a Comment

0 Comments