
નવી દિલ્હી,તા.26.માર્ચ 2019, મંગળવાર
બોલીવૂડ અભિનત્રી જયાપ્રદા ભાજપમાં જોડાશે તેવી અટકળો આખરે સાચી પડી છે.
જયાપ્રદા આજે વિધિવત રીતે ભાજપમાં સામેલ થઈ હતી.જયાએ કહ્યું હતું કે, મને મોદીજીના નેતૃત્વમાં કામ કરવાની તક મળી છે તે મારા માટે સૌભાગ્ય છે.હું મારા જીવનની દરેક ક્ષણ ભાજપ માટે કામ કરીશ.
ઉલ્લેખનીય છે કે ગઈકાલથી અટકળો થઈ રહી હતી કે, સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી સાંસદ રહી ચૂકેલી અભિનેત્રી જયા પ્રદા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઇ શકે છે.
જયા પ્રદાના નજીકના વર્તુળ કહે છે કે તેઓ બીજેપીની ટિકિટ પરથી રામપુર બેઠક પરથી ઉમેદ્દવાર બની શકે છે. આ બેઠક પરથી અગાઉ 2004માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી સાંસદ રહી ચૂક્યાં છે.
જયા પ્રદાને અમર સિંહ સપામાં લઇ આવ્યાં હતા. ત્યાર બાદ પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાને જયા પ્રદાને રામપુરથી સાંસદ બનવવામાં મદદ કરી હતી.
જોકે, આ વખતે લોકસભા ચૂંટણીમાં સપાએ આઝમ ખાનને રામપુરની બેઠકની ટિકિટ આપી છે. એવામાં જો જયા પ્રદા બીજેપીની ટિકિટ પરથી ચૂંટણી લડે છે તો તેમની આઝમ ખાન સાથે સીધી ટક્કર થશે.
આઝમ ખાન અને જયાપ્રદા વચ્ચે વર્ષોથી તકરાર ચાલે છે.2009માં સપાની ઉમેદવાર હોવા છતા આઝમખાને જયાપ્રદાનો વિરોધ કર્યો હતો.આમ છતા જયાપ્રદા ચૂંટણી જીતી ગઈ હતી.જોકે આઝમખાનના બોલ બદલાઈ ગયા હતા.
આઝમખાને સંખ્યાબંધ વખત જયાપ્રદા માટે નાચવા ગાવા વાળી કહીને ટિપ્પણી કરેલી છે.અમરસિંહે જ્યારે સમાજવાદી પાર્ટી છોડી ત્યારે આઝમખાનના કહેવા પર જયાપ્રદાને પણ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવી હતી.2014ની ચૂંટણીમાં જયાપ્રદા આરએલડી પાર્ટીમાંથી બીજનોર બેઠક પરથી લડી હતી.જોકે તે ચૂંટણી હારી ગઈ હતી.
2018માં જયાપ્રદાએ કહ્યું હતું કે, પદમાવત ફિલ્મમાં ખિલજીનુ કેરેક્ટર જોઈને મને આઝમખાનની યાદ આવે છે
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UU12ig
via Latest Gujarati News
0 Comments