પાકિસ્તાનના પાઠ્ય પુસ્તકોમાં હિન્દુઓ વિરુધ્ધ ઓકવામાં આવે છે ઝેર, જાણો શું ભણાવાય છે


નવી દિલ્હી,તા.26.માર્ચ 2019, મંગળવાર

પાકિસ્તાનમાં લઘુમતીઓ આજે નહી પહેલેથી જ સુરક્ષિત નથી અને તેની પાછળનુ એક મહત્વનુ કારણ છે પાકિસ્તાનમાં શિક્ષણના નામે વિદ્યાર્થીઓમાં હિન્દુઓ વિરુધ્ધ કરાતી ઉશ્કેરણી.

પાકિસ્તાનના એક અખબારે અમેરિકન સંસ્થા દ્વારા પાકિસ્તાનની સ્કૂલોમાં એક થી દસ ધોરણમાં ભણાવાતા પાઠ્ય પુસ્તકો પર થયેલા સર્વેના ચોંકાવનારા તારણો પ્રકાશિત કર્યા છે.સૌથી મોટી વાત એ છે કે હિન્દુઓ વિરુધ્ધ પાઠ્ય પુસ્તકોમાં ઝેર ઓકવામાં આવતુ હોય છે.

જેમ કે પાઠ્યપુસ્તકોમાં કહેવાયુ છે કે,હિન્દુઓની સંસ્કૃતિ ક્રુરરતા અને સામાજિક અન્યાય પર આધારીત છે.જ્યારે ઈસ્લામ શાંતિ અને ભાઈચારાનો સંદેશો આપે છે.

ચોથો ધોરણના પાઠ્ય પુસ્તકમાં લખાયુ છે કે, મુસ્લિમ વિરોધી શક્તિઓ દુનિયામાંથી ઈસ્લામનુ વર્ચસ્વ ખતમ કરવા માટે કામ કરી રહી છે.

ઈતિહાસના પાઠ્ય પુસ્તકોમાં સોમનાથ સહિતના મંદિરો તોડનારા મહોમંદ ગઝનીને ભરપૂર વખાણ કરાયા છે.તેની સામે 1947માં સ્વતંત્રતા સંગ્રામમાં હિન્દુ નેતાઓના યોગદાનને બહુ ઓછુ આંકવામાં આવ્યુ છે.એટલે સુધી કે ગાંધીજીની છબીને પણ સતત ખરાબ કરવાની કોશિશ થઈ છે.

પાકિસ્તાનના પાઠ્ય પુસ્તકો પ્રમાણે પાકિસ્તાનનુ સર્જન હિન્દુઓના વિશ્વાસઘાતના કારણે થયુ હતુ.હિન્દુઓ જ તેના માટે જવાબદાર હતા.આ જ રીતે 1971માં બાંગ્લાદેશની રચના પણ હિન્દુઓના કાવતરાનુ જ પરિણામ હતુ.તેની સામે પાઠય પુસ્તકમાં એ વાતનો ઉલ્લેખ નથી કે ભાગલા વખતે જે હિંસા થઈ તેમાં હિન્દુ અને મુસ્લિમો બંનેની ખુવારી થઈ હતી.આ જ રીતે બાંગ્લાદેશની રચના પાછળનુ એક મહત્વનુ કારણ પાક સેનાએ બાંગ્લાદેશી મુસ્લિમો પર કરેલા અત્યાચાર હતા તેવુ પણ વિદ્યાર્થીઓને નથી ભણાવાતુ.

પાકિસ્તાનના સિંધ પ્રાંતની ટેક્સબૂકમાં કહેવામાં આવ્યુ છે કે બિન મુસ્લિમોની ઈમાનદારી માત્ર દેખાડો હોય છે જ્યારે મુસ્લિમો સાચા અર્થમાં ઈમાનદાર હોય છે.

પાકિસ્તાનના નેશનલ કમિશન ફોર જસ્ટીસ એન્ડ પીસ દ્વારા પોતાના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પાઠ્ય પુસ્તકોમાંથી ધૃણાસ્પદ બાબતો હટાવવામાં સરકાર નિષ્ફળ રહી છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JC5Zej
via Latest Gujarati News

Post a Comment

0 Comments