
નવી દિલ્હી,તા.26.માર્ચ 2019, મંગળવાર
લોકસભાના ચૂંટણી જંગમાં કર્ણાટકના મુખ્યમંત્રી એચ ડી કુમાર સ્વામીના અભિનેતા પુત્ર નિખિલ ગૌડાએ પણ ઝુકાવ્યુ છે.
કર્ણાટકની માંડ્યા લોકસભા બેઠક પર તેમની સામે ચૂંટણી લડનાર અત્રિનેતી સુમનલતા અંબરીશે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી છે કે, કુમાર સ્વામી મારા ફોન ટેપ કરાવી રહ્યા છે.મારી જાસૂસી માટે આઈબીના અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.એક મુખ્યમંત્રી માટે આ સારી વાત નથી.
સુમનલતાએ વધુમાં કહ્યું છે કે, કુમાર સ્વામી અને તેમનો પરિવાર ચૂંટણી પ્રચાર કરે તેની સામે મને કોઈ વાંધો નથી પણ જ્યારે બીજા અભિનેતા અને મારો પુત્ર મારા માટે પ્રચાર કરે તો કુમાર સ્વામીને શું વાંધો છે?
કોંગ્રેસની ટિકિટ નહી મળવાથી નારાજ સુમનલતા અપક્ષ ચૂંટણી લડી રહી છે.કારણકે સમજૂતિના ભાગરુપે કોંગ્રેસે આ બેઠક જેડી એસને ફાળવી છે.ભાજપે સુમનલતાને સમર્થન આપવાનુ નક્કી કર્યુ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CFvMMX
via Latest Gujarati News
0 Comments