
નવી દિલ્હી,તા.26.માર્ચ 2019, મંગળવાર
ન્યુઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં મસ્જિદની અંદર થયેલા ફાયરિંગમાં નમાઝ પઢી રહેલા મુસ્લિમોના મોત બાદ ન્યુઝીલેન્ડના પીએમ જેસિકા અર્ડન ભોગ બનનારાના પરિવારોને જાતે જઈને મળી રહ્યા છે.
જોકે અર્ડનની આવી જ એક મુલાકાતનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક મુસ્લિમ યુવાન વડાપ્રધાનને સલાહ આપે છે કે તમારે મુસ્લિમ ધર્મ અપનાવી લેવો જોઈએ.આ યુવાન પીએમને કહે છે કે, હું અલ્લાહ પાસે દુઆ કરી રહ્યો છું કે, બીજા નેતાઓ પણ તમારી લીડરશિપને જોઈ શકે.મારી ઈચ્છા છે છે કે એક દિવસ તમે પણ ઈસ્લામ ધર્મ અપનાવશો અને હું તમારી સાથે જન્નતમાં રહેતો હોઈશ.
જોકે વડાપ્રધાન અર્ડન તેનો જવાબ આપતા કહે છે કે, ઈસ્લામ ધર્મ માનવતા શિખવાડે છે અને મને લાગે છે કે માનવતા મારી પાસે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UYcdqq
via Latest Gujarati News
0 Comments