પેરિસ જેક્સનની તબિયત સુધારા પર છે


લોસ એંજલ્સ તા.28 માર્ચ 2019, ગુરુવાર

પોપ મ્યુઝિકના બેતાજ બાદશાહ માઇકલ જેક્સનની ગાયિકા પુત્રી પેરિસ જેક્સનની તબિયત હાલ ઘણા સુધારા પર હોવાના અહેવાલ વહેતા થયા હતા.

ેપેરિસ અગાઉ એક કરતાં વધુ વખત આપઘાતના પ્રયાસો કરી ચૂકી છે. એ અવારનવાર ડ્રગના હેવી ડૉઝ લઇ લેતાં પકડાઇ છે. આ વખતે 16મી માર્ચે એના નિવાસસ્થાને એમ્બ્યુલન્સ ધસી આવી હતી અને પેરિસને હૉસ્પિટલમાં લઇ ગઇ હતી. એણે વધુ એક વખત ડ્રગનો મોટો ડૉઝ લઇ લીધો હતો. એના સારા નસીબે એને દર વખતે તરત તબીબી સારવાર મળી જાય છે અને એ ઊગરી જાય છે. એને એક કરતાં વધુ વખત મનોચિકિત્સા પણ આપવામાં આવી છે.

જો કે પેરિસે આ વખતે વધુ એક વખત પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યાના અહેવાલોને રદિયો આપ્યો હતો. એ પોતાના બૉયફ્રેન્ડ ગેબ્રિયલ ગ્લેેન સાથે દેખાઇ હતી. એણે ભારપૂર્વક કહ્યું હતું કે મેં આપઘાતનો પ્રયાસ કર્યો નથી. મિડિયાએ મારા વિશે ફેલાવેલી આ પણ એક ગોસિપ હતી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CEAYkk
via Latest Gujarati News

Post a Comment

0 Comments