આમિર ખાન વજન ઘટાડી રહ્યો છે કે ?


મુંબઇ તા.28 માર્ચ 2019, ગુરુવાર

બોલિવૂડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ અભિનેતા ફિલ્મ સર્જક આમિર ખાન આજકાલ સ્ટ્રીક્ટ ડાયેટ દ્વારા વજન ઘટાડી રહ્યો હોવાની માહિતી મળી હતી.

આ અંગે તપાસ કરતાં એવી માહિતી મળી હતી કે હોલિવૂડના ટોચના અભિનેતા ફિલ્મ સર્જક ટોમ હેંક્સની એક હિટ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પ પરથી બનનારી હિન્દી રિમેકની પૂર્વતૈયારી રૂપે આમિર ડાયેટિશિયન ડૉકટર નિખિલ ધુરંધરના માર્ગદર્શન તળે વજન ઘટાડી રહ્યો હતો.

આ ફિલ્મને હાલ લાલસિંઘ ચડ્ડા ટાઇટલ આપવામાં આવ્યું છે અને આમિર એની પૂર્વતૈયારી કરી રહ્યો છે. એણે લગભગ વીસ કિલો વજન ઘટાડી નાખ્યું હોવાનું કહેવાય છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UVVgN8
via Latest Gujarati News

Post a Comment

0 Comments