એર ઈન્ડિયાએ કર્યો મેન્યૂમાં ફેરફાર, દેશી વાનગીઓને અપાશે મહત્વ


નવી દિલ્હી,તા.27.માર્ચ 2019, બુધવાર

સરકારી એરલાઈન્સ એર ઈન્ડિયાએ બે વર્ષ બાદ પોતાના મેન્યૂમાં મોટા ફેરફાર કર્યા છે.હવે મેન્યૂમાં દેશી વાનગીઓને વધારે મહત્વ આપવામાં આવ્યુ છે.

1 એપ્રિલથી તમામ આંતરરાષ્ટ્રિય અને ડોમેસ્ટિક ઉડાનોમાં આ મેન્યૂ લાગુ કરવામાં આવશે.મુસાફરોને વેલકમ ડ્રિન્ક તરીકે કોલ્ડ ડ્રિંક કે પેક કરેલા જ્યુસની જગ્યાએ મસાલા છાશ કે લસ્સી સર્વ કરાશે.યાત્રિકોને પહેલેથી કાપી રાખેલુ ફ્રુટ નહી આપવામાં આવે.

લાંબા અંતરની ફ્લાઈટમાં ઘરની ચટણી અને અથાણુ યાત્રિકોને સર્વ કરવામાં આવશે.લંચ અને ડિનરમાં ચોખાની બે વાનગીઓની સાથે સ્ટફ્ડ પરાઠા અને યોગર્ટ પિરસવામાં આવશે.

નાસ્તા અને હાઈ ટીમાં બર્ગર, બ્રેડ રોલની જગ્યાએ પૌઆ, ઉપમા અને પાવભાજીનો સમાવેશ કરાયો છે.ઉનાળાની સિઝનમાં સલાડની જગ્યાએ દહીં અને ભાત પિરસવામાં આવશે.આ સિવાય લંચ અને ડિનરના મેન્યૂમાંથી ચા અને કોફીને વિદાય આપી દેવાઈ  છે.

મેન્યૂ બદલતા પહેલા એર  ઈન્ડિયાના મેનેજમેન્ટે ફ્લાઈટ ક્રુની સલાહ માંગી હતી.કારણકે મુસાફરો મોટા ભાગે ક્રુ મેમ્બર્સને પોતાની પસંદ અને નાપસંદ જણાવતા હોય છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OuGFpx
via Latest Gujarati News

Post a Comment

0 Comments