પાકે પણ બાલાકોટ જેવી એર સ્ટ્રાઈક કરવા 20 વિમાનો મોકલ્યા હતા


નવી દિલ્હી,તા.27.માર્ચ 2019, બુધવાર

ભારતે પુલવામા હુમલાનો બદલો લેવા માટે બાલાકોટ પર કરેલી એર સ્ટ્રાઈક બાદ બીજા દિવસે પાકિસ્તાને આ જ પ્રકારનો હુમલો કરવાની યોજના બનાવી હતી તેવો ઘટસ્ફોટ થયો છે.

એક ન્યૂઝ એજન્સીએ સરકારી સૂત્રોના હવાલાથી કહ્યું છેકે, પાક વાયુસેનાના એફ-16, મિરાજ-3 અને જેએફ -17 એમ કુલ 20 લડાકુ વિમાનોએ ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ વિમાનોએ એચ-4 પ્રકારના 11 બોમ્બ ભારતમાં ત્રણ મિલિટરી ટાર્ગેટને નિશાન બનાવીને ફેંક્યા હતા પણ બોમ્બ નિશાન ચુકી ગયા હતા.

આ બોમ્બ મિરાજ-3 પ્રકારના વિમાનોમાંથી ફેંકવામાં આવ્યા હતા જોકે વિમાન અને ટાર્ગેટ વચ્ચેની રેન્જ વધારે હોવાથી બોમ્બ નિશાન પર લાગ્યા નહોતા.આ બોમ્બ સાઉથ આફ્રિકાની સહાયથી પાકે બનાવ્યા છે.

એક ટાર્ગેટ જમ્મુ કાશ્મીરમાં આવેલો સેનાનો કેમ્પ હતો પણ આ ઈમારતનો એક મોટા વૃક્ષના કારણે બચાવ થયો હતો.જેનાથી નુકસાન થયુ હતુ પણ હુમલો નાકામ થઈ ગયો હતો.

પાક વાયુસેનાનો હુમલો નિષ્ફળ જવાનુ એક કારણ ભારતીય વાયુસેનાએ કરેલી જવાબી કાર્યવાહી પણ હતુ.કારણકે ભારતીય વાયુસેનાના લડાકુ વિમાનોને ગણતરીની મિનિટોમાં સામે આવેલા જોઈને પાક વિમાનોને ઉતાવળમાં બોમ્બ ફેંકવાની ફરજ પડી હતી.પાક વિમાનોને એ પછી વાયુસેનાના વિમાનોએ ભગાડ્યા હતા.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HOnRRR
via Latest Gujarati News

Post a Comment

0 Comments