ભાજપે કાપી ટિકિટ તો સાંસદે પાર્ટી કાર્યાલયના ચોકીદારને સોંપ્યુ રાજીનામુ


નવી દિલ્હી,તા.27.માર્ચ 2019, બુધવાર

યુપીમાં ટિકિટ ફાળવણી દરમિયાન ઘણા બધા વર્તમાન સાંસદોનુ પત્તુ ભાજપે સાફ કરી નાંખ્યુ છે.

આ પૈકીના એક હરદોઈ જિલ્લાના ભાજપના સાંસદ અંશુલ વર્માનો પણ સમાવેશ થાય છે.જોકે અંશુલ વર્માએ ટિકિટ કપાયા બાદ પાર્ટીમાંથી રાજીનામુ આપી દીધુ છે.પોતાનો વિરોધ વ્યક્ત કરવા માટે તેમણે લખનૌમાં પાર્ટી કાર્યાલયના ચોકીદારને પોતાનુ રાજીનામુ સોંપ્યુ હતુ.

ભાજપ સાંસદનો આ પ્રકારનો વિરોધ સોશ્યલ મીડિયા પર વાયરલ પણ થઈ રહ્યો છે.એ પછી તેમણે પાર્ટી કાર્યલયની બહાર કહ્યુ હતુ કે, વિકાસ કર્યો છે અને વિકાસ કરીશું..હું જે છું તે જ છું અને મારી જાતને ચોકીદાર નહી કહું.

સાંસદે કહ્યું હતું કે વિકાસ કરવાની અને સંસદમાં 95 ટકા હાજરી આપ્યા પછી પણ પાર્ટીએ મારી ટિકિટ કેમ કાપી તે મારી સમજની બહાર છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WrHyCc
via Latest Gujarati News

Post a Comment

0 Comments