નોકરીના સ્થળનો ખરાબ માહોલ સ્વાસ્થ્ય માટે જોખમી


અમેરિકાના ઇન્સ્ટિટયૂટ ઓફ સ્ટ્રેસના જણાવ્યા મુજબ ઓફિસમાં સતત તણાવ અને ટેન્શનના માહોલથી અમેરિકી અર્થ વ્યવસ્થાને ૩૦૦ અબજ ડોલરનું નુકસાન થાય છે. ઓફિસનો ખરાબ માહોલ માત્ર કર્મચારી જ નહી કંપની માટે પણ ફાયદાકારક હોતો નથી. સારા માહોલના અભાવે નોકરી કરતા સ્ટાફની પ્રોડકિટવિટી ઘટી જાય છે. આથી કર્મચારી ઓફિસમાં રહેતો હોવા છતાં કંપનીને કોઇ જ ફાયદો થતો નથી. 

બ્રિટનની હેલ્થ એન્ડ સેફ્ટી એકઝિકયૂટિવના રિપોર્ટ ૨૦૧૬-૧૭ મુજબ બ્રિટનમાં ઓફિસ તણાવના લીધે સવા કરોડ દિવસો જેટલું કામ બગડે છે.૨૦૧૬માં વર્કિગ પ્લેસ પરના સ્ટ્રેસ અંગે ૩૦૦થી વધુ સંશોધનો થયા હતા. તેના તારણ મુજબ સ્ટ્રેસથી બગડતા સ્વાસ્થ્યના ઇલાજ પાછળ અર્થતંત્રએ ૧૯૦ અબજ ડોલરનો બોજ ઉઠાવવો પડે છે.


વિશ્વમાં ૧.૨૦ લાખ લોકોના મોત નોકરીના સ્થળે સ્ટ્રેસ સહન નહી થવાથી થાય છે. સ્પર્ધાના જમાનામાં લક્ષ્યાંક વર્ક આપવામાં આવતું નોકરી ગુમાવવાના ડર હંમેશા રહે છે. વધુ પડતા સ્ટ્રેસના કારણે ઘર અને ઓફિસ વચ્ચેનું સમતોલન ખોરવાઇ છે. કામના લાંબા કલાક અને નોકરી ગુમાવવાના ડરથી કર્મચારીઓમાં હતાશા આવે છે. ખાસ કરીને નોકરીના વાતાવરણ પર પોતાનો કોઇ અંકુશ નથી એવું ફિલ થવા લાગે ત્યારે કર્મચારી આત્મહત્યા તરફ પ્રેરાય છે. 



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UbUzlS
via Latest Gujarati News

Post a Comment

0 Comments