ભારતીયોના રોલ ચોરી લેવાનો આક્ષેપ મારા પર છે : દેવ પટેલ


ન્યૂયોર્ક તા.27 માર્ચ 2019, બુધવાર

ઓસ્કાર વિજેતા ફિલ્મ સ્લમડૉગ મિલિયોનેરના મૂળ  ભારતીય કૂળના અભિનેતા દેવ પટેલે કહ્યું હતું કે મારા પર સતત એવો આક્ષેપ થાય છે કે હું ભારતીય કલાકારોને મળતા રોલ ચોરી લઉં છું.

'મારા પર સતત આવા આક્ષેપો થતા રહેવાથી હવે હું કંટાળ્યો છું. હકીકત એ છે કે જેનામાં પ્રતિભા હોય એને કામ મળે. બીજાનુું કામ ચોરી લેવાનું શી રીતે શક્ય બને ? એકાદ વખત કદાચ એવું બનેય ખરું પરંતુ કાયમ એવું શી રીતે બને એ મને કહેશો ?' એમ દેવ પટેલે સાન ફ્રાન્સિસ્કો ક્રોનિકલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુંં.

એણે કહ્યું કે ઘણીવાર લોકો મને પૂછે છે કે આ રોલ અસલી ભારતીય કલાકારને કેમ ન મળ્યો ? અસલી ભારતીય એટલે શું એ મને સમજાતું નથી.  હું મારા દાદા-દાદી સાથે ગુજરાતી ભાષામાં વાતચીત કરું છું. શું એને મારી અસલિયત કહેશો ? કે પછી વિવિધ એરપોર્ટસ્ પર રંગદ્વેષનો ભોગ બનું ત્યારે મને અસલી ભારતીય કહેશો ? આ કયા પ્રકારનો પૂર્વગ્રહ છે એ મને સમજાતું નથી. ઔએણે ઉમેર્યું કે હકીકત એવી છે કે કેટલાક રોલ્સ સ્વીકારીને હું મારી જાતને બહેતર સમજવાનો પ્રયાસ કરતો હોઉં છું. એટલા માટે હું વારંવાર ભારતની મુલાકાતે જતો હોઉંં  છું. 201૬માં દેવે કહ્યું હતું કે ઘરઆંગણે એટલે કે ભારતમાં લોકો મને વિદેશી સમજે છે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2WthYg1
via Latest Gujarati News

Post a Comment

0 Comments