લો કર લો બાત, નથુરામ ગોડસેની વેબ સિરિઝ બને છે


મુંબઇ તા.27 માર્ચ 2019, બુધવાર

લગે રહો મુન્નાભાઇ ફિલ્મ બનતી હતી ત્યારે રાજકુમાર હીરાણીના સહાયક રહેલા રાજેશ માપુસકર હવે નથુરામ ગોડસેની વેબ સિરિઝ બનાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

'નથુરામ ગોડસેએ લખેલું પુસ્તક વ્હાય આય કીલ્ડ ગાંધી એક કરતાં વધુ વખત વાંચવા ઉપરાંત હું છેલ્લાં થોડાં વરસથી આ દિશામાં સંશોધન કરી રહ્યો હતો. એ સંશોધન પૂરું થયા બાદ મને એમ લાગ્યું હતું કે અઢી ત્રણ કલાકની ફિલ્મ કરતાં આ વિષયના વ્યાપને જોતાં વેબ સિરિઝ બનાવવી વધુ યોગ્ય રહેશે. એટલે વેબ સિરિઝ બનાવવાની તૈયારી કરી હતી' એમ માપુસકરે કહ્યું હતું.

ધ મેન હૂ કીલ્ડ ગાંધી ટાઇટલ ધરાવતી આ વેબ સિરિઝની સ્ક્રીપ્ટ રાજેશ માપુસકર પોતે લખી રહ્યા હતા. અગાઉ એમણે એવોર્ડ હિટ મરાઠી વીનર ફિલ્મ વેન્ટિલેટર લખી હતી. 

બે વર્ષ અગાઉ રાજેશે મનોહર મૂલગાંવકર લિખિત પુસ્તક ધ મેન હ્વૂ કીલ્ડ ગાંધીના રાઇટ્સ ખરીદ્યા હતા. એની વિગતો ઉપરાંત પોતે આ દિશામાં કરેલા સંશોધનને ઉમેરીને રાજેશે વેબ સિરિઝની સ્ક્રીપ્ટ તૈયાર કરી હતી. એણે કહ્યું કે લગે રહો મુન્નાભાઇ ફિલ્મમાં હીરાણીએ ગાંધી બાપુનું પાત્ર સર્જ્યું હતું. એ પાત્ર વિશે અમે એકઠી કરેલી માહિતી પછી મને નથુરામ ગોડસે વિશે જાણવાની ઇંતેજારી જાગી અને  આ આ વેબ સિરિઝનો વિચાર પહેલીવાર ત્યારે આવ્યો હતો. હવે અમે એપ્રિલમાં આ વેબ સિરિઝને ફ્લોર પર લઇ જવાના છીએ.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FE5uwE
via Latest Gujarati News

Post a Comment

0 Comments