સરકાર દ્વારા ખાદ્યતેલોની ટેરીફ વેલ્યુ ઘટાડાતાં ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં થયેલો ઘટાડો

મુંબઈ, તા. 30 માર્ચ, 2019 શનિવાર

મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે નવી માગ પાંખી હતી. વેપારો નહિંવત હતા. વિશ્વબજારના સમાચાર નિરુત્સાહી હતા. જોકે ન્યુયોર્ક કોટન વાયદો ઓવરનાઈટ ૧૭૪, ૧૪૩ તથા ૭૦ પોઈન્ટ વિવિધ ડિલીવરીઓમાં ઉછળ્યાના વાવડ હતા જ્યારે અમેરિકામાં શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૨૫થી ૨૭ પોઈન્ટ માઈનસમાં રહ્યો હતો. ત્યાં સોયાખોળનો વાયદો ૨થી ૩ પોઈન્ટ નજીવો સૂસ્ત રહ્યો હતો જ્યારે ત્યાં સોયાબીનનો વાયદો ૫૦થી ૫૨ પોઈન્ટ ગબડયાના વાવડ હતા.

ઘરઆંગણે માર્ચ વર્ષાન્ત વચ્ચે આજે બજારમાં નવા વેપારો પાંખા રહ્યા હતા. વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવ સૂસ્ત ટોને અથડાતા રહ્યા હતા. મુંબઈ હાજર બજારમાં આજે ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૯૮૦ બોલાતા હતા જ્યારે રાજકોટ બાજુ ભાવ રૂ.૯૩૦થી ૯૬૦ તથા ૧૫ કિલોના ભાવ રૂ.૧૫૧૦થી ૧૫૩૦ રહ્યા હતા જ્યારે ત્યાં કોટન વોશ્ડના ભાવ રૂ.૬૯૫થી ૬૯૮ રહ્યા હતા. 

મુંબઈમાં પામતેલના ભાવ હવાલા રિસેલના રૂ.૫૯૦ તથા જેએનપીટીના રૂ.૫૮૮ બોલાતા હતા. વેપારો ધીમા હતા. ક્રુડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૫૧૬ રહ્યા હતા. સોયાતેલના ભાવ ડિગમના રૂ.૬૯૦ તથા રિફાઈન્ડના રૂ.૭૩૫ રહ્યા હતા. સનફલાવરના ભાવ રૂ.૭૧૦ વાળા રૂ.૭૦૦ રહ્યા હતા જ્યારે રિફાઈન્ડના ભાવ રૂ.૭૬૫ વાળા રૂ.૭૬૩ બોલાતા હતા. વિશ્વબજારમાં સનફલાવરના ભાવ કાચા તેલના સીઆઈએફ ધોરણે વિવિધ ડિલીવરીના ૭૦૫થી ૭૦૦ ડોલર રહ્યાના સમાચાર હતા.

મુંબઈમાં કપાસીયા તેલના ભાવ રૂ.૭૪૨ રહ્યા હતા જ્યારે કોપરેલના ભાવ ૧૦ કિલોના રૂ.૧૨૦૦ વાળા રૂ.૧૧૯૦ રહ્યા હતા. દક્ષિણના સમાચાર વેચવાલી બતાવતા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૭૬૦ બોલાતા હતા. મુંબઈ બજારમાં આજે દિવેલ તથા હાજર એરંડાના ભાવ સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ ખોળ બજારમાં આજે સિંગખોળના ભાવ ટનના રૂ.૨૩૫૦૦ વાળા રૂ.૨૪૦૦૦ બોલાતા હતા જ્યારે સોયાખોળના ભાવ રૂ.૩૨૫૫૫થી ૩૨૫૬૦ વાળા  રૂ.૩૨૮૭૦ બોલાતા હતા. જોકે અન્ય ખોળો શાંત હતા. જેએનપીટીના ભાવ સોયાતેલ ડિગમના રેડી લીફટીંગના રૂ.૬૮૮, માર્ચના રૂ.૬૮૪ જ્યારે એપ્રિલના ભાવ રૂ.૬૬૫, મેના રૂ.૬૬૪ તથા જૂન- જુલાઈના રૂ.૬૬૩ રહ્યા હતા. પામોલીન રેડીના ભાવ રૂ.૫૮૬, એપ્રિલના રૂ.૫૯૦ તથા મેના રૂ.૫૯૫ બોલાતા હતા.

સનફલાવરના કાચાના ભાવ રેડીના રૂ.૬૯૫, માર્ચના રૂ.૭૦૦ તથા એપ્રિલના રૂ.૭૦૫ રહ્યા હતા. સોયાતેલ રિફાઈન્ડના ભાવ રેડી લીફટીંગના રૂ.૭૩૮ તેના એપ્રિલના રૂ.૭૩૦ રહ્યા હતા. જ્યારે સનફલાવર રિફાઈન્ડના ભાવ રૂ.૭૬૫ તથા એપ્રિલના રૂ.૭૬૦ અને મેના પણ રૂ.૭૬૦ રહ્યા હતા.

દરમિયાન, સોયાબીનની આવકો આજે ઓલ ઈન્ડિય સ્તરે આશરે ૪૦ હજાર ગુણી આવી હતી.. માર્ચ વર્ષાન્ત વચ્ચે આવકો ઘટી હતી. મધ્ય- પ્રદેશમાં આવી આવકો આશરે ૧૫ હજાર ગુણી આવી હતી તથા ત્યાં મથકોએ સોયાબીનના ભાવ રૂ.૩૫૭૫થી ૩૭૨૫ તથા પ્લાન્ટ ડિલીવરીના રૂ.૩૭૨૫થી ૩૮૧૫ રહ્યાના સમાચાર હતા.

વિશ્વબજારના સમાચાર મુજબ ચીન દ્વારા અમેરિકા ખાતેથી આશરે ૧૫થી ૨૫ લાખ ટન સોયાબીનની ખરીદી કરવા પ્રયત્નો શરૂ થયા છે. ચીને અમેરિકા ખાતેથી મકાઈની પણ ખરીદી શરૂ કર્યાની ચર્ચા હતી. અમેરિકાની ચીન સાથેની વેપાર ખાધ ૬થી ૭ ટકા ઘટી હોવાની ચર્ચા હતી. દરમિયાન,  ઘરઆંગણે ભારતમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની આયાત જકાત ગણવા બેન્ચ માર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે ઘટાડો કર્યો છે.

આવી ટેરીફ વેલ્યુ ક્રુડ પામ ઓઈલ સીપીઓ માટે ૫૪૩ વાળી ૫૨૯ ડોલર કરાઈ છે જ્યારે પામોલીનની ટેરીફ વેલ્યુ ૫૭૧ વાળી ૫૬૭ ડોલર કરાઈ છે. સોયાતેલ ડિગમની ટેરીફ વેલ્યુ ૭૨૯ વાળી ૭૧૧ ડોલર થઈ છે. આના પગલે ઘરઆંગણે આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટીમાં ઘટાડો થયો છે. આવી સલાહકારક આયાત જકાત સીપીઓની ટનના રૂ.૪૩૧ ઘટી છે જ્યારે પામોલીનની રૂ.૧૩૯ ઘટી છે. ઉપરાંત સોયાતેલ ડિગમની રૂ.૪૮૫ જેટલી ઘટયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VdYGuE
via Latest Gujarati News

Post a Comment

0 Comments