
નવી દિલ્હી,તા.26.માર્ચ 2019, મંગળવાર
ભાજપે લાલકૃષ્ણ અડવાણી બાદ પોતાના વધુ એક વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોષીને લોકસભાની ટિકિટ નહી આપવાનુ નક્કી કર્યુ છે.
પાર્ટી તરફથ સંગઠનના મહાસચિવ રામલાલે જોષીને આ વાતની જાણકારી આપતા જોષી રોષે ભરાયા હતા.રામલાલે જોષીને કહ્યું હતું કે, પાર્ટીએ નક્કી કર્યુ છે કે તમને ચૂંટણી લડાવવામાં નહી આવે.પાર્ટી ઈચ્છે છે કે તમે જાતે જ પાર્ટીની ઓફિસમાં આવીને આ વાતનુ એલાન કરો.
જોકે મુરલ મનોહર જોષીએ આ ઓફર ઠુકરાવી દીધી હતી.તેમણે કહ્યું હતું કે, પાર્ટીના આ સંસ્કાર નથી.ભાજપે જો નક્કી કર્યુ હોય કે મારે ચૂંટણી નથી લડવાની તો કમસે કમ પાર્ટી અધ્યક્ષ અમિત શાહે અમને આવીને જાણકારી આપવી જોઈએ.હું જાતે પાર્ટી ઓફિસ આવીને જાહેરાત નથી કરવાનો.
દરમિયાન જોષીએ કાનપુરના મતદારો માટે એક ઓપન લેટર લખીને કહ્યું છેકે, પાર્ટી મહાસચિવ રામલાલે મને કહ્યું છે કે,હું કાનપુર કે બીજી કોઈ બેઠક પરથી ચૂંટણી ના લડું.
સૂત્રોનુ કહેવુ છે કે અડવાણીએ પણ જોષીની જેમ જ રામલાલને કહ્યું હતું કે, જો પાર્ટી મને ટિકિટ ના આપવા માંગતી હોય તો પાર્ટી અધ્યક્ષ અમિત શાહે મને મળીને આ નિર્ણયની જાણકારી આપવી જોઈએ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YquBue
via Latest Gujarati News
0 Comments