પાકમાં નથી સુરક્ષિત લઘુમતી, વધુ એક હિન્દુ યુવતીનુ અપહરણ અને ધર્મપરિવર્તન


નવી દિલ્હી, તા.26.માર્ચ 2019, મંગળવાર

લઘુમતીઓને રક્ષણ આપવાની ડંફાસો મારતા ઈમરાનખાનના પાકિસ્તાનમાં વધુ એક હિંદુ યુવતીનુ અપહરણ કરીને તેનુ બળજબરથી ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યુ છે.

આ પહેલા સિંધ પ્રાંતમાં બે હિન્દુ યુવતીઓનુ અપહરણ કરીને તેમને પણ મુસ્લિમ ધર્મ સ્વીકારવા માટે મજબૂર કરાઈ હતી.આ બબાલ હજી શાંત પડી નથી ત્યાં તો પાકિસ્તાનના કટ્ટરવાદી તત્વોએ પોતાનો રાક્ષસી ચહેરો છતો કરીને સોનિયા ભીલ નામની વધુ એક હિન્દુ યુવતીનુ અપહરણ કર્યુ છે.

પાકિસ્તાનના જ એક વરિષ્ઠ પત્રકાર બિલાલ ફારુકીએ ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી હતી.

પાકિસ્તાનમાં બે હિન્દુ યુવતીઓ રીના અને રવિનાના અપહરણના મુદ્દે સુષ્મા સ્વરાજે પાકિસ્તાન સ્થિત ભારતીય એમ્બેસી પાસે રિપોર્ટ પણ માંગ્યો છે.આ મામલે સુષ્મા સ્વરાજ અને પાકિસ્તાનના મંત્રી વચ્ચે ટ્વિટર પર તડાફડી પણ થઈ હતી.

જોકે હવે વધુ એક હિન્દુ યુવતીના અપહરણ બાદ પાક સરકાર ખુલ્લી પડી ગઈ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2usBfSP
via Latest Gujarati News

Post a Comment

0 Comments