લાલુના ધારાસભ્યે મસૂદ અઝહરને સાહેબ કહીને સંબોધન કર્યુ

નવી દિલ્હી, તા. 31. માર્ચ 2019 રવિવાર

બિહારમાં જામી રહેલા લોકસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે લાલુ પ્રસાદની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ એટલે કે આરજેડીના ધારાસભ્યે પાર્ટીની આબરુના ધજાગરા કર્યા છે.

કિશનગંજમાં એક રેલીને સંબોધિત કરતી વખતે લાલુની પાર્ટીના ધારાસભ્ય હાજી સુભાને પુલવામા હુમલાના માસ્ટર માઈન્ડ આતંકી મસૂદ અઝહરને સાહેબ કહીને સંબોધન કર્યુ હતુ.તે સમજે તેજસ્વી યાદવ પણ મંચ પર હાજર હતા.

હાજી સુભાને કહ્યુ હતુ કે,મસૂદ અઝહર સાહેબને આતંકવાદી જાહેર નહી કરવા માટે ચીને વીટો વાપર્યો હતો પણ પીએમ મોદીએ ચીન સામે એક પણ શબ્દ વિરોધનો ઉચ્ચાર્યો નથી.દર વર્ષે 50000 કરોડ રુપિયા ચીન ભારતમાંથી ખેંચી જાય છે તેની સામે ભાજપ કશું બોલતુ નથી.

પીએમ મોદી ચીન સામે નહી બોલે.તે પાકિસ્તાન સામે બોલે છે.જેમાં કોઈ દમ નથી.પાકિસ્તાન ભારત સામે કશું નથી.પાકિસ્તાનને ખતમ કરવામાં એક કલાકનો સમય લાગે તેમ નથી પણ આપણે વારંવાર પાકિસ્તાનની વાત કરીએ છે.જે ચીન આપણા વિરોધમાં છે તેની વાત ભાજપ નથી કરતુ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2V7yoKN
via Latest Gujarati News

Post a Comment

0 Comments