માતાને ઝેર પીતા જોઈને ત્રણ સંતાનોએ પણ ઝેર પીધુ, ચારેના મોત

નવી દિલ્હી, તા. 31. માર્ચ 2019 રવિવાર

પંજાબમાં જલંધર જિલ્લામાં સામૂહિક આત્મહત્યાની એક હાહાકારી ઘટનામાં માતાને ઝેર ખાઈને તરફડિયા મારતી જોઈને ત્રણ સંતાનોએ પણ ઝેરી દવા પી લીધી હતી.

ચારેયના બાદમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા.જલધંર જિલ્લામાં આવેલા માનકો ગામમાં બનેલી ઘટનામાં માતાએ દુધમાં ઝેરી દવા નાંખીને પી લીધી હતી.

સંતાનોને આ વાતની ખબર પડી ગઈ હતી.તેમણે પણ માતાનુ અનુકરણ કર્યુ હતુ.એ પછી શુક્રવારે રાતે બાર વાગ્યે મોટા પુત્રે પાડોશીને જાણ કરી હતી કે, પરિવારની હાલત ખરાબ છે અને તમામ લોકો ઉલ્ટીઓ કરી રહ્યા છે.તેમને બચાવી લો.

એ પછી પાડોશીઓ તેમને હોસ્પિટલ લઈ ગયા હતા.જ્યાં ચારેના મોત થયા હતા.મરનાર મહિલા બખ્શિન્દર કૌરના  પતિ હરજીત સિંહ દુબઈમાં 26 વર્ષથી કામ કરી રહ્યા છે.તેઓ ત્યાં ડ્રાઈવર છે.ગામમાં તેમનુ ત્રણ માળનુ ઘ છે.જેમાં બખ્શિન્દર કૌર પોતાના  ત્રણ સંતાનો 17 વર્ષના જસપ્રીત, 15 વર્ષની બલપ્રીત અને 11 વર્ષના હરમનપ્રીત સાથે રહેતી હતી.

હરજીત સિંહ દોઢ વર્ષ પહેલા ઘરે આવ્યા હતા.જોકે છેલ્લા 6 મહિનાથી ગામમાં કોઈની સાથે મહિલાએ વાત કરવાનુ બંધ કરી દીધુ હતુ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2CGZ7GD
via Latest Gujarati News

Post a Comment

0 Comments