જાણો કોણે ના ખાવા જોઈએ મેથીદાણા

મેથીના દાણા તો ઘણાં લોકો ખાય છે. ઘણાં લોકો એનું શાક બનાવીને પણ ખાય છે. જો તમને મેથીદાણા બહુ ભાવતા હોય તો ખાસ જાણી લો કે જેમ એના ફાયદા છે તેમ એનાથી નુકસાન પણ થઇ શકે છે.


1. એ જરૂરી નથી કે મેથીદાણાનું સેવન દરેકને ફાયદો જ કરાવે, ઘણાંને એનાથી નુકસાન પણ થઇ શકે છે. ખાસ તો બ્લડશુગર કે ડાયાબિટીઝના દર્દીઓએ આનું સેવન સાવચેતીથી કરવું જોઈએકારણ કે મેથી શુગરના સ્તરને અસર કરે છે.

2. કેટલીકવાર તેને ખાવાથી ગેસ થવો કે ખાટા ઓડકાર આવવા પેટની તકલીફો પણ થાય છે. જો તમને મેથી માફક ના આવતી હોય તો તેને ખાવાનું છોડી દો. 

3. ઘણાને તેના સેવનથી ત્વચા પર સોજો કે દુખાવા જેવી તકલીફ પણ થઇ શકે છે.

4. મેથીનો ગુણધર્મ ગરમ હોય છે. તેનાથી મૂત્ર સંબંધિત સમસ્યાઓ પણ થઇ શકે છે. મૂત્ર(યૂરિન)માં દુર્ગંધ આવવી કે એવી બીજી તકલીફ હોય તો મેથીનો ઉપયોગ સમજી વિચારીને કરો.

5. સગર્ભા સ્ત્રીઓએ કે નવજાત બાળકોની માતાએ એના સેવનમાં સાવધાની રાખવી જોઈએ. આનાથી ઝાડાની તકલીફ થઇ શકે છે.




from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U16683
via Latest Gujarati News

Post a Comment

0 Comments