અમેઠી, તા. 27 માર્ચ 2019, બુધવાર
પ્રયાગરાજ અને વારાણસી બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તરપ્રદેશના મતદારોને સાધવા ફરી ઉત્તરપ્રદેશની મુલાકાતે છે. અહીં પ્રિયંકા ગાંધીએ પોતાના ભાઇ રાહુલ ગાંધીના મતવિસ્તાર અમેઠી પહોંચી હતી. રાહુલ ગાંધીના સંસદીય મતવિસ્તારના કાર્યાકર્તાને કહ્યું કે, આ વખતે તમારા ભાઇ અમેઠીમાંથી ઐતિહાસિક જીત મેળવી વડાપ્રધાન બનશે.
તેમણે કહ્યું કે, આ વખતે અમે સમય ઓછો આપી શકીશું, તમે લોકો ચૂંટણી લડશો. આ વખતે પૂર્વાંચલમાં ધ્યાન હશે અને 2022ની ચૂંટણીમાં પણ હું સક્રિય રહીશ. જે પણ કાર્યકર્તા જેમને લાગી રહ્યું છે કે વિધાનસભામાં તેમના પર ધ્યાન નથી આપાઇ રહ્યું તેમના પર ધ્યાન આપવામાં આવશે.
તેમણે સ્મૃતિ ઇરાનીને નિશાને લેતા કહ્યું કે, કેટલાક લોકો માત્ર ચૂંટણી લડવા અમેઠી આવે છે અને 4 કલાકમાં ચાલ્યા જાય છે. અમેઠી અમારું ઘર અને પરીવાર છે. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે, આ વખતે સમગ્ર દેશમાં પ્રચાર માટે જવાનું છે, તેથી તેઓ અમેઠી વધારે સમય નહી ફાળવી શકે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uw5iZZ
via Latest Gujarati News
0 Comments