રોજે ખાઓ દહી, દૂર થશે ઘણી તકલીફો

ઘણાં લોકો નિયમિત દહી ખાતાં હોય છે. પરંતુ જે લોકો ના ખાતાં હોય એ પણ એમાં રહેલા અઢળક ગુણો વિશે જાણ્યા પછી એને રોજે ખાવાનું શરૂ કરી દેશે.


જાણો શું છે દહીં ખાવાના ફાયદા-

1. રોજે દહી ખાવાથી શરીરની અનેક બીમારીઓ સામે લડવાની ક્ષમતા વધે છે. જો દહીમાં અજમો નાંખીને પીવામાં આવે તો કબજિયાત દૂર થાય છે.

2. ઉનાળામાં દહીની છાશ કે લસ્સી પીવાથી પેટની ગરમી શાંત થાય છે. તેને પીને બાહર નીકળવાથી લૂ પણ નથી લાગતી.

3. કેલ્શિયમથી ભરપૂર દહી પાચનની ક્ષમતા પણ વધારે છે. આને રોજે ખાવાથી પેટની ઘણી બીમારીઓ મટી જાય છે.

4. રોજે દહી ખાવાથી શરદી અને શ્વાસનળીમાં થતા ઇન્ફેક્શન સામે રક્ષણ મળે છે.

5. અલ્સર જેવી બીમારીમાં દહીનું સેવન વિશેષ લાભ આપે છે.

6. મોંમાં છાલા પડ્યાં હોય તો દહીના કોગળા કરવાથી છાલા જલદી મટે છે.



from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JHqOoJ
via Latest Gujarati News

Post a Comment

0 Comments