
મુંબઇ, તા. 27 માર્ચ 2019, બુધવાર
નાગપાડા સ્થિત મહારાષ્ટ્ર કોલેજ ઓફ આર્ટ, સાયન્સ એન્ડ કોમર્સ દક્ષિણ મુંબઇની સૌપ્રથમ સંપૂર્ણ સૌરસંચાલિત કોલેજ બની છે. જો કે હજી પણ તેમાં વિજળીના મીટરના તાર જોડાયેલા છે પરંતુ તેઓ માત્ર તેમણે વધારાની વાપરેલી ઉર્જા અને વાદળછાયા સમયમાં જ તેની મદદ લેશે.
સાત માળની મુખ્ય ઇમારત ચાર માળની બીજી ઇમારત, બે લિફ્ટ, વોટર પમ્પ, એસી, કોમ્પ્યુટર્સ, લાઇટ અને પંખા આ સૌર ઉજાથી ચાલશે.
હાલ આ ટેક્નોલોજી ૨૦૦૦ ચોરસ ફૂટના ક્ષેત્રફળમાં બેસાડેલી ૨૫૦ પેનલ્સથી ૮૪.૫ કિલોવોટ પાવરનું ઉત્પાદન કરવા સક્ષમ છે જેનાથી કોલેજ દર મહિને ૧.૩ લાખ રૂપિયાની બચત કરશે.
કોલેજના પ્રિન્સીપલે કહ્યું કે આ પાછળનો અમારો ઉદેશ્ય નૈસર્ગિક ઉર્જા પર આધારિત બની વિજબીલ શૂન્ય કરવાનો હતો. રાજ્યના ઉર્જા વિભાગે આ બાબતને સમર્થન આપ્યું કે આ કોલેજ રાજ્યની પુનનિર્માણ થઇ શકે એવી ઝીરો એનર્જી વાપરનારી પ્રથમ કોલેજોમાંની એક છે.
આ સોલાર પેનલ ૨૫ વર્ષ સુધી વાપરી શકાય છે અને આ સમય દરમિયાન કોલેજ ૨.૬૩ કરોડ રૂપિયાની બચત કરશે. રાજ્યના ઉર્જા વિભાગના પ્રિન્સીપલ સેક્રેટરી અરવિંદ સિંઘે આ બાબતે જણાવ્યું કે આ વિષયમાં શાળાના પ્રયાસો વખાણવા યોગ્ય છે કારણ તે આપણા દેશનો કુદરતી ઉર્જા તરફ વાળવાના ઉદ્દેશ્યમાં યોગદાન આપી રહી છે. તેમજ આવા પ્રકલ્પોને પ્રોત્સાહન આપવું પણ આવશ્યક હોવાનું તેમણે જણાવ્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FG4mbC
via Latest Gujarati News
0 Comments