મુંબઈ, તા.26 માર્ચ 2019,મંગળવાર
પીઢ અભિનેતા દિલીપ કુમારની પાલિ હિલ સ્થિત મિલકતના કેસમાં બોમ્બે હાઈ કોર્ટેે મોટી રાહત આપીને રૂ. ૨૫ કરોડ ચૂકવવાના આદેશ પર સ્ટે આપ્યો છે. સાયરા બાનો લાંબો સમયથી પતિ દિલીપ કુમારના પાલિ હિલના મકાનને લઈને કાનૂની જંગ લડી રહી છે.
બોમ્બે હાઈ કોર્ટે આર્બિટ્રેશન ટ્રિબ્યુનલના આદેશને સ્થગિત કર્યો છે, જેમાં દિલીપ કુમાર પાસેથી બિલ્ડરને રૂ. ૨૫ કરોડ ચૂકવવાનું કહ્યું છે. બિલ્ડરે દિલીપ કુમાર પાસેથી રૂ.૧૭૬ કરોડનું વળતર માગ્યું હતું. આ વળતર દિલીપ કુમારની પ્રોપર્ટી પર થયેલા રિડેવલપમેન્ટ એગ્રીમેન્ટને લઈને કરાયો હતો.
દિલીપ કપમાર આ વાતે નારાજ હોવાથી તેમણે ૨૦૧૫માં આ ડીલમાંથી પાછી પાની કરી હતી. ટ્રિબ્યુનલે દિલીપ કુમારને રૂ. ૨૫ કરોડ જમા કરવાનું જણાવ્યું હતું.
કુમારના વકિલે દલીલકરી હતી કે ટ્રિબ્યુનલનો આવો આદેશ યોગ્ય નથી કેમ કે ડેવલપરે નુકસાની માટે કરેલો દાવો કુમારની માલિકીની અન્ય મિલકત મારફત પણ સેટલ થઈ શકે છે. તેમણે દલીલ કરી હતી કે ડેવલપર નુકસાન ભરપાઈને હકદાર છે કે નહીં એ નક્કી થાય નહીં ત્યાં સુધી કુમારને આવી બાંયધરી આપવાનું કહેવું યોગ્ય નથી.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OpSs8s
via Latest Gujarati News
0 Comments