(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા.26 માર્ચ 2019,મંગળવાર
પશ્ચિમ રેલવેએ ફેબુ્રઆરી મહિનામાં હાથ ધરેલી ઝુંબેશ દરમિયાન વિના ટિકિટ મુસાફરી કરતાં પ્રવાસીઓ પાસેથી ૧૧ કરોડ ૧૫ લાખ રૂપિયા દંડ વસૂલ્યો હોવાનું જણાઈ આવ્યું હતું.
રેલવે દ્વારા અનેક વખત વિના ટિકિટ મુસાફરી કરતાં પ્રવાસીઓ વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરતી હોય છે. ફેબુ્રઆરીમાં વિના ટિકિટ મુસાફરી કરતાં ૨ લાખ ૩૬ હજાર પ્રવાસીઓ પકડાયા હતા, જેમની પાસેથી કુલ મળીને ૧૧ કરોડ ૧૫ લાખ રૂપિયા દંડ વસૂલ્યો હતો. જે ગયા વર્ષના ફેબુ્રઆરી મહિના કરતાં ૧.૭૮ ટકા વધુ હોવાનું જણાઈ આવ્યું છે.
ફેબુ્રઆરી મહિનામાં જ ઝુંબેશ દરમિયાન ૩૧૮ ભિક્ષુક અને ૪૨૮ ગેરકાયદે બેસતાં ફેરિયાઓને રેલ પરિસરમાંથી દૂર કરવામાં આવ્યાં હતા, જેમને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આમાંથી ૮૦ જણને જેલ પણ થઈ હતી.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવીન્દ્ર ભાકરે જણાવ્યું હતું કે ફેબુ્રઆરી મહિના દરમિયાન જ દલાલો અને અસામાજીક તત્વો વિરુદ્ધ પણ અભિયાન ચલાવામાં આવ્યું હતું.
આ દરમિયાન ૨૫૭ લોકો પકડાયા હતા અને તેમની વિરુદ્ધ રેલવે એક્ટની હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. બાર વર્ષથી મોટી ઉંમરના સ્કૂલના બાળકોને મહિલા ડબામાંથી સુરક્ષિણી સ્કવોડ દ્વારા ઉતારવામાં આવ્યાં હતાં.
પશ્ચિમ રેલવે દ્વારા રોજે રોજ વિના ટિકિટ મુસાફરી કરતાં પ્રવાસીઓ વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. વિના ટિકિટ મુસાફરી કરતાં પ્રવાસીઓ પર અંકુશ લાવવા અને પ્રવાસીઓને સુવિધા પૂરી પાડવા માટે આ ઝુંબેશ હાથ ધરાય છે. વિના ટિકિટ મુસાફરી કરતાં પ્રવાસીઓને લીધે રેલવેએ નુકસાનીનો સામનો કરવો પડતો હોવાનું વરિષ્ઠ અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TZkAp6
via Latest Gujarati News
0 Comments