નવાઝ શરીફને રાહત મળી, સારવાર માટે છ સપ્તાહના જામીન


(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા.26 માર્ચ, 2019, મંગળવાર

હાલમાં જેલ ભોગવી રહેલા પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને સારવાર માટે છ સપ્તાહના જામીન મળતાં અંતે તેમને રાહત મળી હતી.અગાઉ ગયા ડિસેમ્બરમાં લાંચ કેસમાં જેલ ભોગવી રહેલા નવાઝ શરીફની જામીન અરજીને ઇસ્લામાબાદ હાઇકોર્ટે ફગાવી દીધી હતી.

શરીફને અલ અઝિઝિયા સ્ટીલ મીલ લાંચ કેસમાં સાત વર્ષની સજા થઇ હતી.ચીફ જસ્ટીસ આસીફ સઇદ ખોસાના નેતૃત્વ હેઠળની ત્રણ જજોની બેંચે શરીફને સારવાર મળી રહે તે માટે છ સપ્તાહના જામીન આપ્યા હતા. 

જો કે કોર્ટે શરત એ રાખી હતી કે તેઓ સારવાર માટે વિદેશ જઇ શકશે નહીં. શરીફને લંડનમમાં તેમની એક મિલકતમાં પણદસ વર્ષની સજા મળી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HJgQBp
via Latest Gujarati News

Post a Comment

0 Comments