(પીટીઆઇ) કરાચી, તા. ૨૯
ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ(આઇએમએફ) મેના મધ્યમાં નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને ૬ અબજ ડોલરથી ૧૨ અબજ ડોલરની વચ્ચે બેલઆઉટ પેકેજ આપી શકે છે.
પાકિસ્તાનના નાણા પ્રધાન અસદ ઉમરે જણાવ્યું છે કે આ સંદર્ભમાં બને પક્ષકારો વચ્ચે સર્જાયેલા મતભેદો દૂર કરી લેવામાં આવ્યા છે.
વડાપ્રધાન ઇમરાન ખાનના નેતૃત્ત્વવાળી પાકિસ્તાન તેહરીકે ઇન્સાફ(પીટીઆઇ) સરકાર ગંભીર નાણાકીય કટોકટીનો સામનો કરી રહી છે.
આ નાણાકીય કટોકટી સામનો કરવા માટે પાકિસ્તાન સરકારે પોતાના મિત્ર દેશો ચીન, સાઉદી અરેબિયા અને યુએઇ પાસેથી નાણાકીય મદદ માગી છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકાએ આઇએમએફને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે આઇએમએફને એ વાત સુનિશ્ચિત કરવી પડશે કે તેના દ્વારા અપાયેલ રકમનો ઉપયોગ પાકિસ્તાન ચીનનું દેવું ચુકવવામાં ન કરે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HOZrri
via Latest Gujarati News
0 Comments