બિઝનેસને ટકાવી રાખવા માટે ટાર્ગેટ ઓડિયન્સ અને માર્કેટ મળવું જરૃરી


એન્ટપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા(ઇડીઆઇઆઇ) ખાતે ગ્રોથ ઓફ સ્ટાર્ટઅપ વિશે બે દિવસીય કોન્ફરન્સનું આયોજન કરાયું છે, જેમાં ૫૫૦ જેટલા સ્ટાર્ટઅપ ઇનોવેટરે ભાગ લીધો છે. કોન્ફરન્સમાં આઇઓસીએલના ડિરેક્ટર ડૉ. એસએસવી રામકુમારે સ્ટાર્ટઅપ વિશેની વાતમાં કહ્યું કે, ઇમેજિનેશન, ઇન્સ્પિરેશન, ઇન્વેનશન અને ઇનોવેશન આ ચાર તત્વો સ્ટાર્ટઅપમાં ખૂબ મહત્ત્વના છે.

એજ્યુકેશન ઇન્સ્ટિટયૂશન અને ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે મોટો ગેપ જોવા મળે છે

સ્ટાર્ટઅપને પ્રાધાન્ય મળે તેવી ઇકોસિસ્ટમ ખૂબ અગત્યની હોય છે, પરંતુ અત્યારે એજ્યુકેશન ઇન્સ્ટિટયૂશન અને ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે મોટો ગેપ જોવા મળે છે. દેશમાં ખેતી બીજા ક્ષેત્ર કરતા અગ્રેસર હોવાથી એગ્રીકલ્ચર સેક્ટરમાં પણ ઇનોવેશન થવા જોઇએ અને તે ઇનોવેશનને પ્રાધાન્ય મળવું જોઇએ. છેલ્લા પાંચ વર્ષોમાં સોસાયટી બેઝ સ્ટાર્ટઅપ વધ્યા છે, જે દેશની ઇકોનોમી માટે સારી વાત છે. - ડૉ. વી.કે. સારસ્વત, નીતિ આયોગ

સ્ટાર્ટઅપ સાથે માર્કેટની જાણકારી પણ મેળવવી

ઇનોવેટર્સે પોતાના સંશોધન અને સ્ટાર્ટઅપને કેવી રીતે આગળ વધારી શકાય તે વિશેની જાણકારી મેળવવી જોઇએ. કારણ કે, બિઝનેસની શરૃઆત સાથે તેને ટકાવી રાખવા માટે ટાર્ગેટ ઓડિયન્સ અને માર્કેટ મળવું જરૃીરી છે. સાથે જ સ્ટાર્ટઅપ દ્વારા કેવા પ્રકારના કોમર્સિયલ ફાયદા મળી શકે છે, તેની જાણકારી રાખવી ખૂબ અગત્યની છે. - ડૉ. આનંદ



from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UqxR9O
via Latest Gujarati News

Post a Comment

0 Comments