દિવ્યાંગ વિદ્યાર્થીઓ સમગ્ર સેમેસ્ટર દરમિયાન વિવિધ વિષયને વાંચી- સાંભળીને તૈયાર કરતા હોય છે. આ દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષામાં તેમનું પેપર લખવા માટે રાઇટરની જરૃર પડતી હોય છે, જો કોઇ કારણસર રાઇટર ન આવે તો ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે, આથી છેલ્લાં ત્રણ વર્ષથી બોપલમાં રહેતા ૪૭ વર્ષીય નમ્રતાબેન પટેલ વિવિધ કોલેજના ૧૫૦થી વધુ દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રાઇટર પુરું પાડવાનું કાર્ય કરે છે.
આ અંગે તેઓ કહે છે કે, હું જ્યારે ત્રણ વર્ષ પહેલાં એચ.કે.આર્ટ્સ કોલેજમાં દિવ્યાંગ વિદ્યાર્થી સાથે રાઇટર તરીકે સેવા આપવા ગઇ હતી ત્યારે પરીક્ષાખંડમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ હાજર હતા પણ મોટાભાગના રાઇટર હાજર ન રહેતાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ રડી પડયાં હતા અને પોતે પરીક્ષામાં નાપાસ થશે તેવું રટણ કરતાં હતા. તે સાંભળીને મેં મનોમન નક્કી કર્યું કે વિવિધ કોલેજમાં પરીક્ષા આપતા દિવ્યાંગ વિદ્યાર્થીઓને રાઇટર પૂરા પાડવાનું સેવાકીય કાર્ય કરીશ ત્યારબાદ સોશિયલ મિડિયાના ઉપયોગ થકી દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રાઇટર તરીકે સેવા આપવા ઇચ્છતા વ્યકિતઓનો કોન્ટેક્ટ કરીને તેમને મળીને આ સેવામાં જોડવાનું કાર્ય કર્યું છે.
આ કાર્યમાં મારા પરિવારનો મોટો ફાળો છે, જેમાં પરીક્ષા દિવસભર ચાલતી હોવાથી સવારે ઘરેથી નીકળીને સાંજ સુધી વિવિધ કોલેજમાં રાઇટર આવ્યા કે નહીં તેની માહિતી મેળવું છું અને પરીક્ષાર્થીઓને મળું છું. જ્યારે તેમને રાઇટર મળી જાય છે ત્યારે તેમના ઉત્સાહમાં ઘણો જ વધારો થાય છે અને પોતાની પરીક્ષા સારી રીતે આપી શકશે તેવી ઇચ્છા વ્યક્ત કરતા હોય છે. તેમજ તેઓ બ્લડ ડોનેટનું પણ કાર્ય કરીને લોકોને બ્લડ પૂરું પાડવાનું કાર્ય કરે છે. આપણા જીવનમાંથી થોડો સમય કાઢીને પણ આવા દિવ્યાંગ તેમજ બ્લડની જરૃરિયાતવાળી વ્યક્તિને મદદ કરવી જોઇએ.
હાલ નિવૃત્ત છું પરંતુ દિવ્યાંગ વિદ્યાર્થીઓને મદદરૃપ થવા છેલ્લા બે વર્ષથી રાઇટર બની રહ્યો છું
હું બેંક ઓફ ઇન્ડિયામાં સિનિયર મેનેજર તરીકેની સેવા આપી ચૂક્યો છે. નિવૃત્તિના સમયમાં ઘરે બેસીએ તેના કરતા કોઇ વ્યક્તિને ઉપયોગી થઇએ તે હેતુથી બે વર્ષથી હું દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રાઇટરની સેવા આપું છું. પોતાના સ્વ ખર્ચે કોલેજમાં પહોંચીને વિદ્યાર્થી માટે એક સેવાકીય પ્રવૃત્તિ કરું છું જેનો અમારા પરિવારને ઘણો જ આનંદ થાય છે. જીવીશ ત્યાં સુધી રાઇટર તરીકે સેવા આપીશ. - જયંત દનાક, ઘાટલોડિયા
દિવ્યાંગ પરીક્ષાર્થીઓ બહુ હોશિયાર હોય છે અને તેમનો રિસપોન્સ પણ સારો હોય છે
હું છેલ્લા ત્રણ વર્ષમાં ઘણીવાર દિવ્યાંગ વિદ્યાર્થીઓના રાઇટર તરીકે સેવા આપી ચૂકી છું. તેઓ બહુ જ હોશિયાર હોય છે અને આપણા પ્રત્યે તેમનો રિસપોન્સ પણ ઘણો જ સારો હોય છે. આવું કાર્ય કરવાથી સામાજિક સેવા થાય અને સમયનો સદુપયોગ પણ થાય છે. કોઇને મદદ કર્યાનો ગર્વ પણ થતો હોય છે. તેઓ સારી રીતે તૈયારી કરીને આવતા હોવાથી રાઇટર તરીકે લખવાની પણ મજા આવી જાય છે અને સમયસર પેપર પૂર્ણ થઇ શકે છે. - મૈત્રી શાહ, પાલડી
હું સ્કૂલમાં હતી ત્યારથી જ રાઇટર તરીકે સેવા આપું છું
અમારી સ્કૂલમાંથી દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રાઇટર તરીકે જવાનું થતું હતું ત્યારથી મને તેનો લાભ મળતો હતો. જેના લીધે અત્યાર સુધી ઘણીવાર દિવ્યાંગ વિદ્યાર્થીઓના રાઇટર તરીકે સેવા આપું છું. મારી દીકરી ધો-૧૦ ની સેબીએસસીની એક્ઝામ આપતી હોવા છતાં પણ તેને મેનેજ કરીને આ કાર્ય કરૃ છું. તેઓ સાંભળીને તૈયાર કરતા હોય છે અને ભગવાન પર ઘણો જ વિશ્વાસ કરતા હોવાથી તેઓની સાથે આપણામાં આત્મીયતાનો સંબંધ ઘણો જ વધારો થાય છે. હું આ કાર્યને એક માનવીય સેવા ઘણીને કાર્ય કરૃ છું જેનાથી મારો પરિવાર પણ ખુશ છે. - મેઘના શાહ, ગુલબાઇ ટેકરા
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2JRzfxQ
via Latest Gujarati News
0 Comments