વર્લ્ડ વાઇડ વેબના શોધક ટિમ બર્નર્સ લી ને ઇન્ટરનેટના દૂરોપયોગની ચિંતા છે


એક સમયે ઇન્ટરનેટનું અસ્તિત્વ ન હતું પરંતુ હવે તેના વગરના જીવનની કલ્પના થઇ શકતી નથી. હાલમાં અંદાજે ૨ અબજ જેટલી નાની મોટી વેબસાઇટ ચાલે છે. આજથી ૩૦ વર્ષ પહેલા ઇન્ટરનેટના વર્તમાન જોવા મળતા સ્વરુપની રુપરેખા ટિમ બર્નર્સ લી એ આપી હતી.  ૧૧માર્ચ ૧૯૮૯ના રોજ વેબની રુપરેખા દર્શાવતું પ્રથમ પેપર પ્રકાશિત કર્યુ હતું. સમગ્ર દુનિયાને બદલી નાખનારી આ ઇન્ટરનેટની અહીંયાથી જ શરુઆત થઇ હોવાનું માનવામાં આવે છે. જો કે આજની ડિજિટલ દુનિયામાં ઇન્ટરનેટ હેકિંગ, ઓનલાઇન ઉત્પીડન, ભડકાઉ ભાષણ અને ખોટી માહિતીનું પણ કેન્દ્ર બની ગયું છે. ઇન્ટરનેટના વધતા જતા દુરોપયોગથી વર્લ્ડ વાઇડ વેબની સિસ્ટમના શોધક પણ ચિંતિત છે. 

આથી ટિમ બર્નસ લીએ ઇન્ટરનેટ એટલે કે ડબ્લ્યૂ,ડબ્લ્યૂ,ડબ્લ્યૂના ૩૦માં જન્મદિને ઇન્ટરનેટનો સકારાત્મક ઉપયોગ કરવા માટે ભાવૂક અપીલ કરી હતી. બર્નર્સ લી નું કહેવું હતું  કે વેબના જન્મ દિવસે આપણે વિચારવું જોઇએ કે આપણે કેટલા દૂર જઇ શકીએ છીએ. વિશ્વમાં ૫૦ ટકા લોકો ઇન્ટરનેટ ધરાવે છે પરંતુ તેમાંના બધા ખૂશ નથી. મોટા ભાગના ડરીને જીવી રહયા છે. ટ્રમ્પ અને બ્રિકિઝટના ઇલેકશનમાં જે અનુભવ થયો એ ઇન્ટરનેટ માટે સારો નથી. વેબના શોધકનું એમ પણ માનવું છે કે હજુ પણ ઓનલાઇન લોકોની સંખ્યા વધતી જવાની છે. 

 બર્નર્સ લી એ હાઇપર ટેકસ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ (એચટીટીપી)નો વિચાર આપ્યો હતો

યુવા સોફ્ટવેર એન્જીનિયર તરીકે બર્નર્સ લી એ હાઇપર ટેકસ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ (એચટીટીપી)નો વિચાર આપ્યો હતો. એચટીટીપી અને ઇન્ટરનેટ માટે બીજી પાયાની જરુરીયાતોનું સંશોધન ૧૯૮૯માં  સર્ન તરીકે ઓળખાતા યૂરોપના ન્યૂકલિઅર રિસર્ચ ઓર્ગેનાઇઝેશનમાં તૈયાર કર્યુ હતું. કેટલાક લોકો માને છે કે ઇન્ટરનેટની સાચી શરુઆત ૧૯૯૦માં વેબ બ્રાઉઝર તૈયાર કર્યુ ત્યારથી થઇ હતી. વર્લ્ડ વાઇડ વેબ ફાઉન્ડેશન દ્વારા દેશોની સરકારો, નાગરીકો અને કંપનીઓને વેબ માટે સારા સિદ્દાંતો તૈયાર કરાયા તેનું વર્ણન કોન્ટેક્રેટ ફોર વેબમાં મળે છે. જેમાં દરેક સરકાર નાગરીકોને ઇન્ટરનેટ સાથે જોડી રાખે અને તેના ખાનગીપણાનો પણ ભંગ ના થાય તેની અપીલ છે. આ ઉપરાંત ઇન્ટરનેટને સસ્તુ બનાવવા તથા લોકોના જાહેર હિતમાં હોય તેવી બાબતોને વેબ પર મહત્વ આપવાની જરુરીયાત પર ભાર મુકયો હતો. 



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YsmkWr
via Latest Gujarati News

Post a Comment

0 Comments