આમિર ખાનની પુત્રી ચર્ચાના કેન્દ્રમાં આવી ગઇ


મુંબઇ તા.28 માર્ચ 2019, ગુરુવાર

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની પુત્રી ઇરા આજકાલ ચર્ચાના કેન્દ્રમાં આવી ગઇ છે. એણે સોશ્યલ મિડિયા પર શૅર કરેલા કેટલાક ફોટોગ્રાફ્સના કારણે આવું બન્યું છે.

આ ફોટોગ્રાફ્સમાં ઇરા એક યુવાન સાથે દેખાય છે. આ યુવાન એનો બૉયફ્રેન્ડ છે એવી વાતો વહેતી થઇ છે. ઇરા સુંદર છે એમ આ યુવાન પણ હેન્ડસમ દેખાય છે. એનું નામ મિશાલ કૃપાલાણી છે. બંનેની જોડી જુગતે જણાય છે. બંનેના ફોટોગ્રાફ્સમાં જે આત્મીયતા બંને વચ્ચે દેખાય છે એને લઇને આમિર ખાનના ચાહકોમાં ઉત્કંઠા જાગી હતી.

એક ફોટોગ્રાફ સાથે ઇરાએ લખ્યું છે, આશા છે કે તારું વસંતનું વેકેશન હૂંફાળું અને હાસ્યથી ભરપુર રહ્યું હશે... 

આમિરના ચાહકો ઇરાને જાતજાતની શિખામણો આપી રહ્યા છે. આમ થવાનું વાજબી કારણ છે. ઇરા આમિરની પ્રથમ પત્ની રીનાથી થયેલી પુત્રી છે. આમિરે રીનાથી છૂટાં પડીને કિરણ સાથે લગ્ન કર્યાં હતાં જેનાથી એને આઝાદ નામનો પુત્ર થયો છે. ઇરા હાલ 22 વર્ષની છે અને ભણી રહી છે.

આમિરે વચ્ચે એકવાર એના વિશે વાત કરતાં કહ્યું હતું કે એનો ઝુકાવ ફિલ્મ સર્જન તરફ છે. વહેલી મોડી એ ફિલ્મ સર્જક બનશે એમ લાગે છે.

બીજી બાજુ મિશાલે પોતાના પ્રોફાઇલમાં પોતાને આર્ટિસ્ટ, કમ્પોઝર અને પ્રોડયુસર લખ્યું છે. એણે પોતે ગાયેલાં કેટલાંક ગીતો પણ અપલોડ કર્યા હતા.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2uvhrht
via Latest Gujarati News

Post a Comment

0 Comments