પ્રિયંકાએ ભાવિ જેઠાણી સાથે પોઝ આપ્યો


મુંબઇ તા.28 માર્ચ 2019, ગુરુવાર

ઇન્ટરનેશનલ અભિનેત્રી ગણાતી પ્રિયંકા ચોપરા આજકાલ પોતાના સાસરિયા સાથે લગ્ન પછીનું વેકેશન માણી રહી છે. હાલ એની કોઇ નવી ફિલ્મ કે સિરિયલ ફ્લોર પર નથી.

એ સતત પોતાના નવા કુટુંબીજનો સાથેના ફોટોગ્રાફ્સ સોશ્યલ મિડિયા પર શૅર કરતી રહે છે. તાજેતરમાં એણે આ રીતે શૅર કરેલા ફોટોગ્રાફ્સમાં એના ચાહકોને એક ફોટો વધુ પસંદ પડયો હતો એવું ફેન્સમેલ પરથી જોઇ શકાતું હતું.

આ ફોટોગ્રાફ્સમાં એ પોતાની ભાવિ જેઠાણી એટલે કે જેઠની મંગેતર સોફી ટર્નર સાથે ફોટો પડાવવા પોઝ આપી રહી છે એવું જોઇ શકાય છે. આ ફોટો એના સેંકડો ફેન્સને ખૂબ ગમ્યો હતો.

પ્રિયંકા તો તૈયાર છે. સોફી પોતાના મેકપને લાસ્ટ ટચ આપી રહેલી જોઇ શકાય છે. બંને મહિલા વચ્ચેની આત્મીયતા ફોટોગ્રાફમાં તાદ્રશ થઇ છે. પ્રિયંકાના ભારતીય અને આંતરરાષ્ટ્રીય બંને ચાહકોએ આ ફોટોને બિરદાવતી કમેન્ટ કરી હતી.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HSnwwB
via Latest Gujarati News

Post a Comment

0 Comments