ફિલ્મ અભિનેત્રી જયાપ્રદા ભાજપમાં જોડાયા: આઝમખાન સામે લડશે


(પીટીઆઈ) નવીદિલ્હી, તા.26 માર્ચ, 2019, મંગળવાર

જાણીતા અભિનેત્રી અને સમાજવાદી પક્ષના પૂર્વ સાંસદ જયાપ્રદા ભાજપમાં જોડાયા છે. એમને એમના સખત આલોચક સપાના આઝમખાન સામે યુ.પી.ના રામપુર મત વિસ્તારમાંથી લોકસભા જંગમાં ઉતારાય   એવી શક્યતા છે.

સમાજવાદી પક્ષના સાંસદ તરીકે બે ટર્મ સુધી રામપુર બેઠકનું પ્રતિનિધિત્વ કરતાં રહેલા જયાપ્રદા રાજયસભા સાંસદ અમરસિંઘના ગાઢ સાથી છે. સપામાંથી પડતા મુકાયા પછી અમરસિંઘ આરએસએસ નજીક સરક્યા છે.

જયા પ્રદાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને, જેમના હાથમાં દેશ સલામત છે એવા બહાદુર નેતા ગણાવ્યા છે.

તેલુગુ દેશમ પાર્ટીમાં જોડાઇને એના રાજ્યસભાના સભ્ય તરીકે રાજકીય કારકીર્દી શરૂ કરનારાં ૫૬ વર્ષના જયાપ્રદાએ એમના ભાજપમાં જોડાવાને જીવનની મહત્વપૂર્ણ પળ લેખાવી છે. પોતે કેસરિયા આ પક્ષ માટે સમર્પિત પણે કામ કરશે એમ એમણે પત્રકારોને કહ્યું.

ઉત્તરપ્રદેશની ૮૦ લોકસભા બેઠકો પૈકી રામપુર લોકસભા મતવિસ્તારમાં સૌથી વધુ ૫૦ ટકા મુસ્લિમ મતદારો છે. જેનું હાલમાં પ્રતિનિધિત્વ ભાજપના નેપાળસિંઘ કરી રહ્યા છે. તેઓ મોદી મોજાનો લાભ લઇ ૨૦૧૪માં લોકસભામાં ચૂંટાઇ આવ્યા હતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YrsrKD
via Latest Gujarati News

Post a Comment

0 Comments