
(પીટીઆઇ) બેંગાલુર, તા.26 માર્ચ, 2019, મંગળવાર
ભાજપે એક આશ્ચર્યજનક પગલાં રૂપે, એના પૂર્વ કેન્દ્રીય મંત્રી સદ્ગત અનંથકુમારના પત્નીને પડતાં મૂકી બેંગ્લોર- દક્ષિણની પ્રતિષ્ઠિત બેઠક પર પક્ષના યુવા પાંખના નેતા સૂર્યા(૨૮) ને મેદાનમાં ઉતાર્યા છે.
કર્ણાટકમાં યોજાનારા પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા કલાકોમાં એટલે કે ગઇ મધરાતે ભાજપે ઉપરોક્ત બેઠક માટે ધારાશાસ્ત્રી સૂર્યાના નામ પર મંજૂરીની મહોર મારી હતી. પક્ષની રાષ્ટ્રીય સામાજિક મીડિયા અભિયાન ટુકડીના સભ્ય એવા સૂર્યા ભાજપની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચાના મહામંત્રી છે.
આ બેઠક પરથી છ વાર ચૂંટાઇને ભાજપના સાંસદ રહેલા અનંથકુમારના પત્ની તેજસ્વિનીનું એમના પતિના ભૂતકાલીન ચૂંટણી વિજયમાં જે પ્રકારે મહત્વનું યોગદાન રહ્યું હતું એને જોતાં અનંથકુમારના સ્થાને તેજસ્વિનીને જે ભાજપ પોતાના ઉમેદવાર બનાવે એવી મોટા પાયે અપેક્ષા હતી.
કર્ણાટક ભાજપની કોર સમિતિએ ફક્ત તેજસ્વિનીનું નામ જ સૂચવ્યું હતું તેજસ્વિની પણ ભાજપ ટિકિટ પર ચૂંટણી લડવા માટે ખાસ્સા વિશ્વાસુ હતાં, જેના પરિણામે, એમણે ઘેર-ઘેર પ્રચાર પણ શરૂ કર્યો હતો.
''પક્ષનો નિર્ણય મારાં માટે અને ટેકેદારો માટે આંચકારૂપ છે. પરંતુ ભાજપ એક નિરાળો પક્ષ હોવાનું દર્શાવી આપવુ એ ઘણું અગત્યનું છે, એમ તેજસ્વિનીએ પ્રતિભાવમાં જણાવ્યું. ભાજપના યુવાન ઉમેદવાર સૂર્યા, કોંગ્રેસના ઉમેદવાર એવા રાજ્યસભાના સાંસદ બી.કે. હરિપ્રસાદ સામે ટકરાશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TAh0ge
via Latest Gujarati News
0 Comments