લોસ એંજલ્સ તા.27 માર્ચ 2019, બુધવાર
હોરર જોનરની કલ્ટ સમાન ફિલ્મોના સર્જક લેરી કોહેનનું 77 વર્ષની વયે અવસાન થયું હોવાનું એમના ખાસ દોસ્ત મનાતા શેડ રુપેએ કહ્યું હતું.
એમની અંતિમ પળોમાં એમના કુટુંબીજનો એમના બિછાના પાસે હાજર હતાં એમ પણ રુપેએ જણાવ્યું હતું. સમકાલીન સામાજિક સમસ્યાએાને કેન્દ્રમાં રાખીને કોહેન કલ્ટ સમાન બની રહે એવી હોરર ફિલ્મો બનાવવા માટે પંકાયેલા હતા. ઓછા બજેટની પણ ધારદાર કથા ધરાવતી એમની ફિલ્મો માણનારો એક ખાસ વર્ગ હતો. આ વર્ગ એમનો વફાદાર ફેન વર્ગ બની રહ્યો હતો.
1974માં રજૂ થયેલી એમની ફિલ્મ અલાઇવ બાળકોની તબીબી સારવારનો મુદ્દો લઇને આવી હતી. હોરર અને થ્રીલર્સના અન્ય માતબર સર્જક ઓલ્ફ્રેડ હિચકોકના માનીતા સંગીતકાર બર્નાર્ડ હેરમેને એનું સંગીત પીરસ્યું હતું. 197૬માં આવેલી કોહેનની ફિલ્મ ન્યૂયોર્કમાં સર્જાઇ હતી અને એમાં ધર્મના નામે થતી હત્યાઓ અને હિંસાની વાત હતી. સેંટ પેટ્રિક ડેએ ધર્મના નામે પોલીસ અધિકારી ( અભિનેતા એન્ડી કૉફમેન)એ કરેલી હત્યાઓની એમાં વાત હતી.
આ રીતે કોહેને એવી હોરર ફિલ્મો બનાવી હતી જે ખરા અર્થમાં કલ્ટ ફિલ્મો બની રહી હતી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FwYGj3
via Latest Gujarati News
0 Comments