પીડીપીએ વિભાજનવાદીઓને કાનૂની મદદની ઑફર કરી

શ્રીનગર તા.27 માર્ચ 2019 બુધવાર

જમ્મુ કશ્મીરના પીડીપી પક્ષે જમાત એ ઇસ્લામી અને જેકેએલએફના વિભાજનવાદી નેતાઓને કાનૂની મદદની ઑફર કરી હોવાની માહિતી મળી હતી. આ પગલું એ વાતનો પુરાવો છે કે મહેબૂબા મુફ્તીનો પક્ષ વિભાજનવાદીઓના સાથીદાર જેવો બની રહ્યો હતો.

અગાઉ પીડીપી અને ભાજપની સરકાર રાજ્યમાં હતી ત્યારે પણ પીડ઼ીપીએ છાની છૂપી રીતે વિભાજનવાદીઓને પીઠબળ આપ્યું હતું એ હકીકત હવે ખુલ્લી પડી ગઇ હતી.

પુલવામા એટેક પછી ભારત સરકારે તમામ વિભાજનવાદી સંસ્થાઓ અને નેતાઓ સામે કડક પગલા્ં લીધાં હતાં. જેકેએલએફ સંસ્થા અને એના સ્થાપક સંચાલક યાસીન મલિક પણ હાલ નજર કેદમાં છે. પીડીપીએ આ બધાને કાનૂની મદદ કરવાની ઑફર  કરી હોવાની સત્તાવાર માહિતી મળતાં સ્વાભાવિક રીતેજ રાજકીય વાતાવરણ ગરમ થઇ ગયું હતું. સંસદીય ચૂંટણીમાં પણ આ મુદ્દો મહત્ત્વનો બની શકે છે.

પીડીપીના વરિષ્ઠ નેતા મુઝફ્ફર હુસૈને કહ્યું હતું કે જમાત એ ઇસ્લામી અને જમ્મુ કશ્મીર લિબરેશન ફ્રન્ટ ઇચ્છે તો હાઇકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં અમે તેમને કાનૂની મદદ આપવા તૈયાર છીએ.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FCtQ9W
via Latest Gujarati News

Post a Comment

0 Comments