
નવી દિલ્હી, તા.26.માર્ચ 2019, મંગળવાર
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી માટે તેમના પોતાના લોકસભા મત વિસ્તાર અમેઠીમાં મુશ્કેલીઓ વધી રહી છે.
અ્મેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તો રાહુલ ગાંધી સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી જ દીધી છે પણ હવે રાહુલના અત્યંત નિકટના સાથીદાર મનાતા અમેઠીના હાજી હારુને રાહુલ ગાંધી સામે ચૂંટણી લડવાની જાહેરાત કરીને કોંગ્રેસના નેતાઓને ચોંકાવી દીધા છે.
હાજી હારુન જ નહી પણ તેમના પિતા પણ બહુ જુના કોંગ્રેસી છે.70 વર્ષથી તેમનો પરિવાર કોંગ્રેસનુ સમર્થન કરતો આવ્યો છે.
હારુનનુ કહેવુ છે કે કોંગ્રેસની કરની અને કથનીમાં ફરક છે.અમેઠીમાં ગરીબી એક કડવી વાસ્તવિકતા છે.અહીંયા કોઈ વિકાસ થયો નથી.70 વર્ષથી અમે કોંગ્રેસને સમર્થન આપ્યુ છે.આ સમય વધારે કહેવાય.જો અમે અત્યારે નહી જાગીએ તો ક્યારેય અમારા ભાગ્યને નહી બદલી શકીએ.
જોકે કઈ પાર્ટીમાંથી પોતે ચૂંટણી લડશે તેની જાહેરાત હારુને કરી નથી પણ એવુ મનાઈ રહ્યુ છે કે સમાજવાદી પાર્ટીના નેતાઓના એક જૂથે હારુનને ટેકો આપેલો છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U6k7Rl
via Latest Gujarati News
0 Comments