
નવી દિલ્હી,તા.26.માર્ચ 2019, મંગળવાર
જેટ એરવેઝના ચેરમેનપદેથી નરેશ ગોયલે આપેલા રાજીનામા બાદ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ એક પછી એક ટ્વિટ કરીને બળાપો કાઢ્યો છે.
માલ્યાએ કહ્યુ હતું કે, સરકારી બેંકોએ હું જે રકમ ઓફર કરી રહ્યુ છો તે લઈ લેવી જોઈએ.આ રકમમાંથી જેટ એરવેઝને મદદ કરવી જોઈએ.પોતાની ઓફર ફરી વખત દોહરવાતા માલ્યાએ કહ્યું હતું કે, મેં હાઈકોર્ટ સમક્ષ મારી લિક્વિટ એસેસેટ્સ રજૂ કરેલી છે.જેથી સરકારી બેન્કો અને બીજા લેણદારોની રકમ ચુકવી શકાય.બેંકો મારા પૈસા નથી લઈ રહી.
ઉલ્લેખનીય છે કે, લેણદારો તરફથી બીજા 1500 કરોડની મદદ જેટએરવેઝને અપાવવા માટે નરેશ ગોયલ અને તેમની પત્ની અનિતા ગોયલે કંપનીના હોદ્દા પરથી રાજીનામુ આપ્યુ હતુ.
માલ્યાએ જેટ એરવેઝને મદદ કરવા માટે બેલઆઉટ પેકેજ આપવાના સરકારી બેન્કોના નિર્ણય પર ટ્વિટ કરતા કહ્યું હતું કે, જેટ એરવેઝની જેમ મારી કંપની કિંગફિશર એરલાઈન્સને પણ બેન્કોએ મદદ કરવી જોઈતી હતી.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HGFjHS
via Latest Gujarati News
0 Comments