જુલિયા રોબર્ટસ્ અસલી વેશ્યાઓને મળી હતી


લોસ એંજલ્સ તા.27 માર્ચ 2019, બુધવાર 

હોલિવૂડની માતબર અભિનેત્રી જુલિયા રોબર્ટસે પોતાની યાદગાર ફિલ્મ પ્રેટી વૂમનનું મુખ્ય પાત્ર ભજવતી વખતે સાચુકલી વેશ્યાઓની મુલાકાત લીધી હતી એવા અહેવાલો પ્રગટ થયા હતા.

પ્રેટી વૂમના ડાયરેક્ટર ગેરી માર્શલની પત્ની અને એક સમયની વ્યાવસાયિક નર્સ બાર્બરા માર્શલે કહ્યું હતું કે ગેરી પોતે તો ચેપ લાગી જવાના ડરથી કદી મારા ક્લીનીક પર આવતો નહોતો પરંતુ એણે મને વિનંતી કરી હતી કે જુલિયા એકાદ બે વેશ્યાને મળવા માગે છે. એટલે મેં મારી બે પેશન્ટને મુલાકાત દીઠ 35 ડૉલર્સ ચૂકવવા એવી શરતે જુલિયાને બે વેશ્યાની મુલાકાત કરાવી હતી.

ન્યૂયોર્ક પોસ્ટ અખબારના સિક્સ કૉલમ્સ પેજ માટે આપેલી મુલાકાતમાં પહેલીવાર બાર્બરાએ આ વાત કહી હતી. એણે કહ્યું કે હું સ્વયંસેવક તરીકે 1980ના દાયકાના ઉત્તરાર્ધમાં વેશ્યાઓ માટે ક્લીનીક ચલાવતી હતી ત્યારે ગેરીએ પોતાની પ્રેટી વૂમન ફિલ્મ માટે મને રિક્વેસ્ટ કરી હતી કે જુલિયા રોબર્ટસ્ અસલી વેશ્યાઓને મળવા ઉત્સુક છે. મેં જુલિયાની મુલાકાતો મારી હાજરીમાં ગોઠવી આપી હતી.

જુલિયા એ બંનેને પોતાની કારમાં લઇને રવાના થઇ ત્યારે હું ડરી ગઇ હતી અને મેં ગેરીને ફોન કરીને કહ્યું હતું કે આ તો કારમાં થોડી છોકરીઓને સાથે લઇને ગઇ. પાછી નહીં ફરે તો તું હોલિવૂડને શો જવાબ આપીશ ? 

ગેરી હસી પડયો અને મને હૈયાધારણ બંધાવતાં કહ્યું કે ચિંતા નહીં કર. જુલિયા તો બહાદૂર મહિલા છે. કોઇ એનો વાળ પણ વાંકો નહીં કરી શકે. એ સમયસર પાછી આવશે.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HFxWjX
via Latest Gujarati News

Post a Comment

0 Comments