નવી દિલ્હી, તા. 27 માર્ચ 2019, બુધવાર
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કહ્યું છે કે સરકારી લેવડદેવડ કરતી તમામ બેંકો આ રવિવારે એટલે કે 31મી માર્ચે ખુલ્લી રહેશે. રિઝર્વ બેંકે આ અંગે તમામ બેંકોને નિર્દેશ જારી કર્યા છે.
ચાલુ નાણાકીય વર્ષનો અંતિમ દિવસ 31 માર્ચ છે અને એ દિવસે રવિવાર આવે છે. એટલા માટે લેવડદેવડ કરતી તમામ સરકારી બેંકોની શાખાઓને ખુલ્લી રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. રિઝર્વ બેંકના નિર્દેશ અનુસાર તમામ બેંકોને સરકારી લેવડદેવડ માટે 30 માર્ચે એટલે કે શનિવારે સાંજે આઠ વાગ્યા સુધી અને 31 માર્ચે રવિવારે સાંજે છ વાગ્યા સુધી ખુલ્લી રાખવામાં આવશે.
સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું છે કે RTGS અને NEFT સહિત તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન પણ 30 અને 31 માર્ચે વધારાના સમયે પણ ચાલુ રાખવામાં આવશે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FBHYA2
via Latest Gujarati News
0 Comments