જોઇ લો બેંકો અને મોદી સરકારના બેવડાં ધોરણ

લંડન  મુંબઇ તા.27 માર્ચ 2019 બુધવાર

ભાગેડુ કૌભાંડકાર વિજય માલ્યાએે ભારતીય બેંકો અને હાલની કેન્દ્ર સરકાર બેવડાં ધોરણ અપનાવી રહી હોવાના આક્ષેપ કર્યા હતા.

ગળાંડૂબ દેવામાં ડૂબેલી જેટ એરવેઝ માટે જાહેર થયેલા રાહત પેકેજના સંદર્ભમાં વિજય માલ્યા બોલી રહ્યા હતા. જેટ એરવેઝના સંચાલનની જવાબદારી સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ લીધી હોવાની વિગતો પ્રગટ થયા બાદ વિજય માલ્યાએ એક પછી એક ટ્વીટ કરીને  ભારતીય બેંકો અને હાલની મોદી સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. 

તેમણે ટ્વીટર પર ખુલ્લો આક્ષેપ કર્યો હતો કે જેટ એરવેઝ માટેનું રાહત પેકેજ મોદી સરકાર અને ભારતીય બેંકોના બેવડાં ધોરણને ખુલ્લા્ં પાડે છે. મેં કિંગ ફિશર માટે આવાજ કોઇ રાહત પેકેજની માગણી કરી હતી ત્યારે મને સહકાર મળ્યો નહોતો. મેં બેંકોનું કર્જ ચૂકવી દેવાની તૈયારી પણ દાખવી હતી. પરંતુ મને એની તક પણ આપવામાં આવી નહોતી. મને એ વાતનો આનંદ છે કે જેટ એરવેઝના કર્મચારીઓની નોકરી સલામત રહે, કનેક્ટિવિટી જળવાઇ રહે અને કંપની ઊગરી જાય એ માટે આ પગલું સરકારી બેંકોએ લીધું.




from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TBg7Ea
via Latest Gujarati News

Post a Comment

0 Comments