અમેઠી, તા. 27 માર્ચ 2019 બુધવાર
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા બુધવારે અમેઠીના પ્રવાસે છે. કોંગ્રેસની જીત માટે પ્રિયંકાને મેદાનમાં ઉતારાઈ છે. લોકસભા ચૂંટણી પહેલા અમેઠીમાં કાર્યકર્તાઓના મનની પરિસ્થિતિ જાણ્યા પહેલા રાહુલ ગાંધીની સંસદીય બેઠક પર પ્રિયંકા વિરુદ્ધ જ પોસ્ટર વૉર શરૂ થઈ ગયો છે.
મુસાફિરખાના કસ્બામાં જ્યાં પ્રિયંકા કોંગ્રેસ કાર્યકર્તાઓની સાથે બેઠક કરવાના છે ત્યાં દરેક જગ્યાએ પોસ્ટર લાગ્યા છે. જેમાં લખ્યુ છે, શું ખૂબ ઠગો છો, કેમ પાંચ વર્ષ બાદ જ અમેઠીને જોવો છો. 60 વર્ષનો હિસાબ આપો. અમેઠીમાં લાગેલા આ પોસ્ટર પર સપા વિદ્યાર્થી નેતા જયસિંહ પ્રતાપ યાદવનું નામ લખેલુ છે. એક અન્ય પોસ્ટરમાં લખ્યુ છે, મે 2014માં વચન આપ્યુ હતુ, 5 વર્ષ બાદ શું લઈને આવ્યા છો?, અમેઠીને છેતરવાનો ઈરાદો છે. 60 વર્ષોનો હિસાબ આપો.
પ્રયાગરાજ અને વારાણસીનો પ્રવાસ કર્યા બાદ હવે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી એકવાર ફરી ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. બુધવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા એક દિવસીય પ્રવાસે અમેઠી આવી રહ્યા છે. આની સાથે જ, ચૂંટણી આવે છે તે જોઈને સાડી પહેરી લીધી, હોશિયારી ચાલશે નહીં. લખેલા પોસ્ટર મુસાફિરખાના રોડ પર લાગેલા છે.
પ્રિયંકા ગાંધી બુધવારે બપોરે 1:30 વાગ્યાથી મુસાફિરખાનાના એએચ ઈન્કૉમાં આયોજિત મારુ બૂથ, મારુ ગૌરવ કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દ્વારા પ્રિયંકા અમેઠી સંસદીય ક્ષેત્રના 1953 બૂથ પ્રભારીઓ અને પાર્ટી કાર્યકર્તાઓ, પદાધિકારીઓને વૉર્મઅપ કરશે. સમાજવાદી નેતા દ્વારા પ્રિયંકા ગાંધીના વિરોધમાં લાગેલા આ પોસ્ટરો બાદ રાજનીતિ વધુ ગરમાઈ ગઈ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OrrSMg
via Latest Gujarati News
0 Comments