નવી દિલ્હી, તા. 27 માર્ચ 2019, બુધવાર
કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી ન્યૂનતમ આવક યોજના (ન્યાય)ને લઇને નીતિ પંચના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે કરેલી ટીકાને ચૂંટણી પંચે ધ્યાનમાં લીધી છે અને આ અંગે તેમની પાસે જવાબ માંગ્યો છે. રાજીવ કુમારે કોંગ્રેસની યોજનાની ટીકા કરતા તેને અર્થવ્યવસ્થા માટે નુકસાનકારક બતાવી હતી. એટલા માટે ચૂંટણી પંચે રાજીવ કુમારને નોટિસ જારી કરીને જવાબ માંગ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચે આ પગલું આચાર સંહિતાના ભંગનું ગણતા આ પર સંજ્ઞાન લીધું છે. ચૂંટણી પંચે નીતિ પંચના ઉપાધ્યક્ષ કાર્યપાલકના અધિકારીની શ્રેણીમાં આવતા હોવાના કારણે તેમની પ્રતિક્રિયાને આચાર સંહિતાના ઉલ્લંઘનના ક્ષેત્રમાં મૂકી છે. ચૂંટણી પંચની દલીલ છે કે આ એક રાજકીય પાર્ટીનો બીજી રાજકીય પાર્ટી અથવા તો એક પક્ષના નેતાનો બીજા પક્ષના નેતા પર હુમલાનો મામલો નથી.
ઉલ્લેખનીય છે કે રાજીવ કુમારે મિનિમમ બેઝિક ઇન્કમ સ્કીમની જાહેરાતને કોંગ્રેસ દ્વારા પૂરો ન થઇ શકનારો વાયદો ગણાવ્યો હતો. ટ્વીટર પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસનો આ વાયદો આર્થિક માપદંડોને પૂરા કરતો નથી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TW3IPY
via Latest Gujarati News
0 Comments