(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.30 માર્ચ 2019,શનિવાર
બોલીવૂડમાં હાલ બાયોપિક બનાવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. નેતાઓની બાયોપિક એક પછી એક બની રહી છે. બાલ ઠાકરે, એન ટી રામારાવ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પીએમ નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી, સ્વ. જય લલિતા તેમજ હવે માયાવતીની જીવનકથની પર પણ ફિલ્મ બનવાની તૈયારી થઇ રહી છે. જે માટે દિગ્દર્શકે સુભાષ કપૂર વિદ્યા બાલનનો સંપર્ક કર્યો છે.
કહેવાય છે કે, બહુજન સમાજ વાદીપાર્ટીની માયાવતી પર બાયોપિક બનવાની તૈયારી થઇ રહી છે. મેકર્સે આ ફિલ્મ માટે કામ શરૂ કરી દીધું છે. આ ફિલ્મનું દિગ્દર્શન સુભાષ કપૂર કરવાનો છે. ટીમે માયાવતીના પાત્ર માટે વિદ્યા બાલનનો સંપર્ક સાધ્યો છે. વિદ્યા એ હાલમાં જ જુનિયર એનટીઆરની બાયોપિકમાં નજરે ચડી હતી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ થઇ નહીં.
વિદ્યા બાલન હાલ લાંબા સમયથી રૂપેરી પડદે જોવા મળી નથી. તે ફિલ્મોની પસંદગી બહુ સમજી વિચારીને કરે છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UiEkU5
via Latest Gujarati News
0 Comments