મુંબઇ તા.27 માર્ચ 2019, બુધવાર
છેલ્લાં પચીસ વર્ષથી મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે પંકાતા સુપર સ્ટાર આમિર ખાને એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સ્કૂલ સાથે મારે બહુ લેણદેણ નહોતી. હું સ્કૂલમાં જતો પરંતુ ભણવામાં કદી સ્કોલર તરીકે પંકાયો નહોતો.
કેટલેક અંશે સલમાન ખાનનું પણ એવું જ કહી શકાય. આમિર ખાને મુંબઇના વિલે પારલે ઉપનગરમાં આવેલી પ્રતિષ્ઠિત મીઠીબાઇ કૉલેજમાં એડમિશન લીધું હતું પરંતુ ગ્રેજ્યુએશન પૂરું કરી શક્યો નહોતો. એજ રીતે સલમાન ખાને પણ વાંદરાની નેશનલ કૉલેજમાં એડમિશન લીધું હતું પરંતુ કદી કૉલેજમાં ગયો નહોતો.
બાવર્ચીથી માંડીને કરાટે કૂંગ ફૂ જેવી માર્શલ આર્ટસના ટીચરની કારકિર્દી પછી અભિનેતા બનેલા અક્ષય કુમારે પણ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મને ભણવામાં બહુ રસ નહોતો. મેં મુંબઇના માટુંગા વિસ્તારમાં આવેલી ખાલસા કૉલેજમાં એડમિશન લીધું હતું પરંતુ કૉલેજમાં બહુ ગયો નહોતો અને ગ્રેજ્યુએટ થયો નથી.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2us2flt
via Latest Gujarati News
0 Comments