આલિઓંસ ફ્રોંસેઝમાં ફ્રીલાન્સ જર્નાલિસ્ટ અને રાઇટર ફ્રેડરિક લાવૌઇ દ્વારા 'લિટરરી જર્નાલિઝમ ટૂલ ઓફ રેસિસ્ટાન્સ ફેક ન્યુઝ એન્ડ અલ્ટરનેટિવ ફેક્ટ' પર ટૉક આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ફ્રેડરિક લાવૌઇ દ્વારા ભારત અને પાકિસ્તાન પર લખાયેલી તેમની બૂક વિશે પણ વાત કરી હતી. ફ્રેડરિક લાવૌઇએ કહ્યું કે, ફેક ન્યૂઝ નવી વાત નથી. વર્ષો પહેલાથી લોકોના માઇન્ડ સેટ બદલવા માટે તેનો ઉપયોગ નેતાઓ અને બીજા વગદાર લોકો દ્વારા કરવામાં આવ્યો છે. આજે સોશિયલ મીડિયાના આધુનિક યુગમાં ફેક ન્યૂઝનો ફેલાવો ઝડપી બન્યો છે. યુદ્ધ અને વેપાર જેવા સંબંધોમાં તેનો ફેલાવો ઝડપી બને છે પરંતુ એક પત્રકારનું કામ ન્યૂઝના તથ્યો તપાસવાનું હોય છે. ભારત જેવા દેશમાં ન્યૂઝના ફેક્ટ તપાસવા અને લોકો સમક્ષ લાવવા શક્ય છે. પરંતુ ચાઇના જેવા દેશમાં ન્યૂઝનું વિશ્લેષણ કરવું શક્ય નથી. જેના કારણે ભવિષ્યમાં ભારતનો વિકાસ ચીન કરતા વધારે ટકાઉ સાબિત થશે.
ફેક ન્યૂઝ રોકવા લોકોને જાગૃત કરવા પડશે
આધુનિક યુગમાં ફેક ન્યૂઝનો ફેલાવો રોકવો અશક્ય છે, કારણ કે લોકો સોશિયલ મીડિયા દ્વારા તેનો ફેલાવો સતત વધારી રહ્યાં છે. ફેક ન્યૂઝને ટેકનોલોજીકલ સંશાધનો દ્વારા આંશિક રીતે રોકવા શક્ય છે પરંતુ મુખ્યત્વે લોકોમાં જાગૃતતા લાવવી મહત્ત્વની છે. લોકો જ્યારે ફેક ન્યૂઝની પરિભાષા સમજતા થશે ત્યારે તેનો ફેલાવો રોકવો શક્ય બનશે. - ફ્રેડરિક લાવૌઇ, પત્રકાર
મીડિયાની અસર લોકો પર પડતી હોવાથી ન્યૂઝના તથ્યો તપાસવા જોઇએ
પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેના દ્વારા બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી, તે સમયે મોટાભાગના ભારતીય મીડિયાએ ત્થયોની તપાસ કર્યા વગર યુદ્ધ જેવું વાતાવરણ સર્જ્યું હતું અને લોકોની માનસિકતા પર ઊંડી અસર પાડી હતી. તેવી જ રીતે પાકિસ્તાની મીડિયા પણ નકલી વીડિયો દ્વારા લોકોને ગુમરાહ કર્યા હતા, તે મીડિયાની નબળાઇ છે. મીડિયાની અસર લોકો પર પડતી હોવાથી દરેક ન્યૂઝના તથ્યો અચુક તપાસવા જોઇએ.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2FCkvPi
via Latest Gujarati News
0 Comments